Western Times News

Gujarati News

મોદી સરકારે સશસ્ત્ર સેનાના હાથ વધારે મજબૂત કર્યાઃ ૫.૨૫ લાખ કરોડનું ડિફેન્સ બજેટ જાહેર

નવીદિલ્હી, સશસ્ત્ર સેનાના હાથ વધારે મજબૂત કરતા મોદી સરકારે ૨૦૨૨-૨૩ના બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે ૫.૨૫ લાખ કરોડ રુપિયાની ફાળવણીની જાહેરાત કરી છે.

મોદી સરકારે ૨૦૨૨-૨૩ના બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે ૫.૨૫ લાખ કરોડ રુપિયાની જંગી ફાળવણીની જાહેરાત કરી છે. નાણામંત્રી ર્નિમલા સીતારામણે ૨૦૨૨-૨૩ના બજેટમાં ડિફેન્સ સેક્ટર માટેના બજેટની જાહેરાત કરતા જણાવ્યું કે ડિફેન્સ સેક્ટર માટે ચાલુ વર્ષે ૫.૨૫ લાખ કરોડ રુપિયા ફાળવવાનો સરકારનો પ્રસ્તાવ છે જે ગયા વર્ષ કરતા ૪૭,૦૦૦ વધારે છે. ગયા વર્ષે ૪.૭૮ લાખ કરોડ ડિફેન્સ બજેટ હતું. તેમણે કહ્યું કે ગયા વર્ષ કરતા ચાલુ વર્ષના ડિફેન્સ બજેટમાં ૧૦ ટકાનો વધારો કરાયો છે.

મોદી સરકારે ચાલુ વર્ષના ડિફેન્સ બજેટમાં ૧૦ ટકાનો વધારો કરીને સશસ્ત્ર સેનાના હાથ વધારે મજબૂત કર્યા છે. સશસ્ત્ર સેના હવે વધારે સારા હથિયારોથી ખરીદી કરી શકશે.

મોદી સરકારે ગયા વર્ષે ૪.૭૮ લાખ કરોડ ડિફેન્સ બજેટ આપ્યું હતું પરંતુ ચાલુ વર્ષે તેમાં ૧૦ ટકાનો વધારો કરીને તેને ૫.૨૫ લાખ કરોડ રુપિયા કર્યાં છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડિફેન્સ બજેટ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ડિફેન્સ સહિતના ઘણા સેક્ટરોમાં સંશોધન અને વિકાસ માટે ઘણી રકમ ફાળવાઈ છે. સ્ટાર્ટઅપ અને પ્રાઈવેટ સંસ્થાઓ માટે રીસર્ચ એન્ડ વિકાસ માટે ૨૫ ટકા બજેટ અનામત રાખવાની જાહેરાત ઘણું શ્રેષ્ઠ પગલું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.