Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૧૩૮૬ નવા કેસ, ૧૭૩૩ લોકોનાં મોત

નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરીના સતત બીજા દિવસે બે લાખથી ઓછા કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૧,૩૮૬ નવા કેસ નોંધાયા છે અને ૧૭૩૩ લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૧,૧૦૯ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬,૨૧,૬૦૩ પર પહોંચી છે.

દૈનિક પોઝિટિવિટી રેટ ૯.૨૬ ટકા છે. દેશમાં ૧ ફેબ્રુઆરીએ ૧૭,૪૨,૭૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૭૩,૨૪,૩૯,૯૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના ૨૫ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધીના એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી. ૩૧ જાન્યુઆરીએ દેશમાં ૯૫૯ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫ જાન્યુઆરીએ દેશમાં રેકોર્ડ ૬૧૪ મૃત્યુની પુષ્ટિ થઈ હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના તમામ દેશોને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વારંવાર ચેતવણી આપી રહી છે અને કહી રહી છે કે, ખતરો હજુ ટળ્યો નથી. WHOએ ફરી એકવાર કહ્યું છે કે, વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન વેવની પિક આવવાની બાકી છે. તેથી કોવિડ -૧૯ પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવે. મંગળવારે કોવિડ-૧૯ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટેકનિકલ લીડએ આ સૂચન કર્યું હતું.

ઓનલાઈન બ્રીફિંગમાં, WHOના અધિકારી મારિયા વેને કહ્યું કે, અમે બધાને અપીલ કરીએ છીએ કે, ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના પિક આવવાની બાકી છે. ઘણા દેશોમાં કોરોના રસીકરણનો દર ઘણો ઓછો છે અને આ દેશોની નબળી આબાદીને કોવિડ-૧૯ રસી મળી નથી. તેથી, આવા સમયે, એક સાથે તમામ પ્રતિબંધો દૂર કરવા જાેઈએ નહીં.

મારિયા વેને કહ્યું કે, અમે હંમેશા તમામ દેશોને કોવિડ-૧૯ પ્રતિબંધોને ધીમે ધીમે હળવા કરવાની અપીલ કરી છે. કારણ કે, આ વાયરસ શક્તિશાળી છે. તે જ સમયે, WHO સેક્રેટરી-જનરલએ કહ્યું કે, કેટલાક દેશોમાં એવી માન્યતા વધી રહી છે કે, રસીકરણના મહત્ત્મ દર અને ઓમિક્રોનની ઓછી ઘાતકતાને કારણે ખતરો ટળી ગયો છે. આ પ્રકાર ચોક્કસપણે અત્યંત ચેપી છે પરંતુ ખૂબ જીવલેણ નથી, તેથી વધુ ગભરાવાની જરૂર નથી.

પરંતુ આવું વિચારવું ખોટું છે. તેમણે કહ્યું કે, ચેપ વધવાને કારણે મૃત્યુઆંક પણ વધી શકે છે. જાેકે, અમે એવું નથી કહી રહ્યા કે, દેશોમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવે. પરંતુ અમે તમામ દેશોને વિનંતી કરીએ છીએ કે, તેઓ તેમના નાગરિકોને કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવા કહે. કારણ કે એવું નથી કે, આ રોગચાળા સામે લડવા માટે માત્ર રસી જ એકમાત્ર શસ્ત્ર છે. તેમણે એમ પણ કહ્યું કે, એ વિચારવું બિલકુલ ખોટું છે કે, આપણે કોરોના મહામારી સામેની લડાઈ જીતી લીધી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.