Western Times News

Gujarati News

પ્રભાસની રાધે શ્યામ ૧૧મી માર્ચે રિલિઝ થવાની જાહેરાત

નવી દિલ્હી, સુપરસ્ટાર પ્રભાસ અને એક્ટ્રેસ પૂજા હેગડેની આગામી ફિલ્મ “રાધે શ્યામ”ને લઈને જાેરદાર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રીલિઝ ડેટ મોકૂફ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહેલા પ્રભાસના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. મેકર્સ દ્વારા આજે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ૧૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

રાધે શ્યામ ફિલ્મ્સ તરફથી એક ટિ્‌વટ કરવામાં આવી હતી જેમાં આજે સવારે ફેન્સને આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને ગુડ ન્યૂઝ શેર કરવામાં આવી હતી. ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, ‘રોમાંચક પ્રેમ કહાનીની નવી રિલીઝ ડેટ’ રાધે શ્યામ ૧૧ માર્ચે સિનેમા ઘરોમાં. તેની સાથે જ #RadheShyamOnMarch11 હેશટેગ આપવામાં આવ્યું હતું.

જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી દર્શકોમાં તેને થિયેટરમાં જાેવાની ઉત્સુકતા વધી ગઈ છે. રાધે શ્યામમાં પૂજા અને પ્રભાસ પહેલી વાર એક સાથે રોમાંસ કરતા જાેવા મળશે.

આ ફિલ્મમાં પ્રભાસ સ્ટીરિયસ લવર બોય વિક્રમ આદિત્યની ભૂમિકામાં છે. જે લોકોના હાથ જાેઈને તેમના ભવિષ્યને વાંચી લેતો હોય છે અને જ્યારે તેની મુલાકાત પ્રેરણા એટલે કે પૂજા સાથે થાય છે ત્યારે તે તેને દિલ આપી બેસે છે.

રાધે શ્યામ યુરોપમાં સ્થાપિત એક મહાકાવ્ય પ્રેમ કહાની માનવામાં આવી રહી છે. ફિલ્મમાં “પેન ઈન્ડિયા” સ્ટાર પ્રભાસ અને પૂજા હેગડે પ્રમુખ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં સચિન ખેડેકર, પ્રિયદર્શી, મુરલી શર્મા, સાશા છેત્રી, કુણાલ રોય કપૂર સહિત અન્ય ઘણા કલાકારો સામેલ છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.