Western Times News

Gujarati News

વિશ્વ કેન્સર દિવસ: પર્યાપ્ત હેલ્થકેરની સુલભતા માટે હેલ્થ વીમો સૌથી વધુ મહત્વપૂર્ણ છે?

હાલના સ્થિતિસંજોગોમાં હેલ્થ વીમાયોજના ખરીદવી સર્વોચ્ચ મહત્વપૂર્ણ છે. રોગોમાં મોટો વધારો થવાની સાથે લોકોનાં હેલ્થકેર પર થતાં ખર્ચમાં મોટો વધારો થયો છે. એટલે આ વર્લ્ડ કેન્સર ડે (વિશ્વ કેન્સર દિવસ) પર ચાલો આપણે પર્યાપ્ત વીમાકૃત રકમ ધરાવતી ફ્લેક્સિબલ અને સંપૂર્ણ હેલ્થ વીમાપોલિસી કેવી રીતે સર્વાંગી સંરક્ષણ સુનિશ્ચિત કરે છે

અને તમારે તમારી જરૂરિયાત અનુસાર હેલ્થ વીમાયોજના શા માટે પસંદ કરવી જોઈએ એ વિશે મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુશ્રી પ્રિયા દેશમુખ ગિલ્બિલે જણાવે છે.

આંકડા શું છે કે આપણા જેનેટિક્સ શું કહે છે એને ધ્યાનમાં ન લઈ તો પણ કોઈ પણ વ્યક્તિ ઇનકાર ન કરી શકે કે, કોઈ પણ વ્યક્તિ કેન્સરરૂપી જીવલેણ બિમારીનું નિદાન થાય એવી શક્યતા ઊભી થાય એવી ઇચ્છા ધરાવતી નથી. તો પછી શા માટે વ્યક્તિએ સંપૂર્ણ હેલ્થ વીમાયોજના ન લેવી જોઈએ?

આ માટે બે જવાબદાર કારણો છે – રોગની પીડા અને તબીબી ખર્ચમાં સતત વધારો. સારવાર ખર્ચાળ છે અને હેલ્થ વીમાયોજના ન હોવી એમાં સમજદારી નથી. હેલ્થ વીમાયોજના વ્યક્તિનું નાણાકીય ભારણ ઓછું કરે છે.

વિવિધ અભ્યાસો દર્શાવે છે કે, વીમો ન ધરાવતા લોકો કેન્સર જેવી લાંબા ગાળાની અને જીવલેણ બિમારીઓને નિવારવા માટેની સેવાઓ અને સારવારની દ્રષ્ટિએ મોટા અવરોધનો સામનો કરે છે. એટલું જ નહીં, જીવનના વિવિધ તબક્કાઓમાં વ્યક્તિની વિશિષ્ટ હેલ્થકેર જરૂરિયાતો પૂરી પાડતી હેલ્થ વીમાપોલિસી ધરાવતી વ્યક્તિની સરખામણીમાં વીમાકવચ ન ધરાવતી વ્યક્તિ કેન્સરની ચકાસણીનો ઓછો દર ધરાવે છે,

અથવા કેન્સરની સારવારની ઓછી પેટર્ન ધરાવે છે અને કેન્સર સાથે સંબંધિત માઠાં પરિણામો ભોગવે છે. તેમાં નવાઈ ન લાગવી જોઈએ કે હેલ્થ વીમાપોલિસી ન ધરાવતી વ્યક્તિને પોતાનો અંગત ખર્ચ થવાનો ડર લાગે છે, જેમને કેન્સરના પ્રાથમિક ચિહ્નો અને લક્ષણો દેખાવા સમયે વધારે પરીક્ષણ કરાવવાની ચિંતા કરે છે.

ઉપરાંત લાંબા ગાળે વીમો ન ધરાવતી વ્યક્તિઓ પાસે સરકારી કે ઓછો ખર્ચ ધરાવતી હોસ્પિટલમાં જવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, જે શ્રેષ્ઠ ટેકનોલોજી અને સારવાર સાથે હંમેશા સજ્જ હોય એ હંમેશા જરૂરી હોતું નથી, જેના પરિણામે નિદાન પછી જીવન પીડાદાયક અને મુશ્કેલ બની જાય છે. જ્યારે સંપૂર્ણ હેલ્થ વીમાયોજના હોવી કે ગંભીર બિમારીની રાઇડર હોવી એ ચોક્કસ ચુકવણી ન થયેલા બિલોનો તણાવ દૂર કરવામાં અને માનસિક બિમારી દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે, જે સારવારના સરેરાશ વિકલ્પો સાથે સમાધાન કરવામાં પડે છે.

જ્યારે સંપૂર્ણ હેલ્થ વીમાયોજનામાં રોકાણ કરો, ત્યારે કઈ બાબતનો વિચાર કરવો જોઈએ?

હેલ્થ વીમાયોજના ન ધરાવવાથી વધારે નુકસાનકારક બાબત ખોટી જગ્યાએ રોકાણ કરવાનું બની શકે છે. એટલે જ્યારે સંપૂર્ણ હેલ્થ વીમાયોજનાની પસંદગી કરો, ત્યારે નીચેની બાબતોની ખાતરી કરોઃ

ઉચ્ચ સ્તરીય સુરક્ષા પ્રદાન કરવી જોઈએઃ જ્યારે કોઈ વ્યક્તિ હેલ્થ વીમાયોજના ખરીદે છે, ત્યારે મૂળભૂત ભૂલો પૈકીની એક ભૂલ એ થાય છે કે, ઓછી વીમાકૃત રકમ સાથે મૂળભૂત યોજના લે છે. આ અભિગમ અપનાવવાને બદેલ તમારે સારી વીમાકંપની પાસેથી સંપૂર્ણ હેલ્થ વીમાયોજના પસંદ કરવી જોઈએ –

જે ભારત અને વિદેશમાં રૂ. 50 લાખથી રૂ. 3 કરોડ સુધીની સારવારની રેન્જમાંથી વિકલ્પો ધરાવતી ઊંચી વીમાકૃત રકમ સાથે આવે છે, તો મૂલ્ય આધારિત વાજબી પ્રીમિયમ પૂરું પાડે છે. વળી મહત્વપૂર્ણ બિમારી માટેના કવચનો વિચાર કરવો પણ ઉચિત છે, જે ગંભીર બિમારીઓ માટે પૂર્વનિર્ધારિત વીમાકૃત રકમની ચુકવણી કરે છે અને આવક ગુમાવવા માટે ટેકો આપવા પૂરક આવક તરીકે ઉમેરી શકે છે.

કેટલાંક પ્રકારની બિમારીઓને આવરી લેવી જોઈએઃ હેલ્થ વીમાયોજના હોવી મહત્વપૂર્ણ છે, જે તમને આજીવન મદદરૂપ થાય છે. આ કારણે વીમાકંપની કેવા પ્રકારની મુખ્ય બિમારીઓને તેમની પોલિસીમાં આવરી લે છે અને વ્યક્તિને ઇન-બિલ્ટ અનેક ફાયદા અને વિકલ્પોનું પેકેજ પ્રદાન કરે છે એ પૂછવું ઉચિત છે, જેથી હેલ્થકેરની વર્તમાન જરૂરિયાતો પૂરી થવાની સાથે જીવનના વિવિધ તબક્કાઓમાં ઊભી થઈ શકે એવી સારવાર સામે પણ કવચ મળે.

સારવાર અને સ્ક્રીનિંગ કાર્યક્રમોની બહોળી રેન્જને આવરી લેવી જોઈએઃ કેન્સરમાંથી સારવારમાં એકથી વધારે પ્રકારની સારવાર કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જ્યારે કીમોથેરેપી એક વ્યક્તિ માટે અસરકારક નીવડી શકે છે, ત્યારે અન્ય દર્દીને સર્જરી અને રેડિયેશન એમ બંનેની જરૂર પડી શકે છે.

હંમેશા હેલ્થ વીમાયોજના પસંદ કરવી ઉચિત છે, જે દર્દીઓ અને તેમના પરિવારજનોને ઉપલબ્ધ સારવારના બહોળા વિકલ્પોમાંથી પસંદગી કરવાની સુવિધા આપે છે, વિવિધ પ્રકારના કેન્સર માટે સ્ક્રીનિંગ પ્રોગ્રામની સુલભતા પ્રદાન કરે છે અને તેઓ ગમે એ પ્રોગ્રામની પસંદગી કરે છે તેમને વીમકવચ પ્રદાન કરે છે.

હોસ્પિટલનું બહોળું નેટવર્ક કવરેજ મળવું જોઈએઃ કેન્સર અતિ તણાવજનક બિમારી છે અને દર્દીના માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે. એટલે દર્દીઓ એવી યોજનાઓ પર નજર દોડાવે એ સ્વાભાવિક છે કે, જે પ્રસિદ્ધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હોસ્પિટલોમાં ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધાની સુલભતા આપે. ઉપરાંત કેશલેસ સારવાર અને વીમાકંપનીના નેટવર્કમાં સામેલ હોસ્પિટલો ચકાસો.

આ ઉપરાંત લૉયલ્ટી બોનસ, પ્રીમિયમમાં માફી, રિસ્ટોરેશન બેનિફિટ, સંચિત બોનસ બૂસ્ટર, દાવાની પ્રક્રિયાની સરળતા (કેશલેસ અને રિઇમ્બર્સમેન્ટ), વાર્ષિક હેલ્થ ચેકઅપ જેવા વધારાના ફાયદા મેળવવા પણ મહત્વપૂર્ણ છે.

છેલ્લે, કેન્સરનું નિદાન ઘણી વાર ભયાનક અનુભવ આપે છે, પણ નિયમિત સારવાર લેવી, પોષણયુક્ત આહાર લેવો અને વ્યક્તિના જુસ્સાને જાળવી રાખવો – આ તમામ બાબતો કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવા જરૂરી છે. ઉચિત સંપૂર્ણ હેલ્થ વીમાયોજના અ આ રોગ સામે લડવાની ઇચ્છાશક્તિ સાથે દર્દીને સાજાં થવાથી અને સ્વસ્થ જીવન જીવવા અગ્રેસર થવા કોઈ પણ પરિબળ અટકાવી ન શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.