Western Times News

Gujarati News

પટનામાં આરોપીઓએ બે બાળકીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી,એકનું મોત

પ્રતિકાત્મક

પટણા, બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના માર્કેટ કમિટી નજીક શિવ શક્તિ નગરમાં એક બિલ્ડીંગના પાંચમા માળેથી આરોપીઓએ બે બાળકીઓને નીચે ફેંકી દીધી હતી જેમાં એક બાળકીનું મોત થયું છે અને બીજી ઘાયલ છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને વાહનોને આગ ચાંપી દીધી હતી. લોકોએ એક આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી છે.

કહેવાય છે કે શિવ શક્તિ નગરમાં ૫ માળના મકાનની છત પર કેટલાક આરોપીઓ છુપાયા હતા. આ દરમિયાન આરોપીઓએ કપડા સૂકાવવા ગયેલી બંને છોકરીઓને છત પરથી ફેંકી દીધી હતી. એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજીને પીએમસીએચમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

બે બાળકીઓની ઓળખ ૧૦ વર્ષની શાલુ અને ૧૨ વર્ષની સલોની તરીકે થઈ છે, જે ફળ વેચનાર નંદલાલ ગુપ્તાની પુત્રી છે. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને હંગામો શરૂ થયો હતો. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ સાથે આગચંપી શરૂ કરી હતી.

આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગુસ્સે ભરાયેલા લોકોએ બે ઓટોને આગ ચાંપી દીધી. કહેવાય છે કે આરોપી આ વિસ્તારનો રહેવાસી પણ નથી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. યુવતી મુન્નાજીના ઘરમાં તેના માતા-પિતા સાથે ભાડે રહેતી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.