Western Times News

Gujarati News

રાજકુમાર હિરાનીની ફિલ્મમાં શાહરૂખ સાથે કામ કરશે વિકી

મુંબઈ, શાહરૂખ ખાનના ફેન્સ તેના અપકમિંગ પ્રોજેક્ટની માહિતી જાણવા માટે આતુર છે, ખાસ કરીને તે પ્રોજેક્ટ જેમાં એક્ટર રાજકુમાર હિરાની સાથે કામ કરવાનો છે. ફેન્સ જ્યાં એક તરફ ફિલ્મની જાહેરાતની રાહ જાેઈ રહ્યા છે, ત્યારે કેટલાક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, મેકર્સ આ ફિલ્મમાં વિકી કૌશલને લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

મુન્નાભાઈ સ્મ્મ્જી થી લઈને, રાજકુમાર હિરાનીની ફિલ્મમાં હંમેશા સ્પેશિયલ રોલ હોય છે જેના માટે જાણીતા ચહેરાને કાસ્ટ કરવામાં આવે છે, તે મુન્નાભાઈ ફ્રેન્ચાઈઝીમાં જિમ્મી શેરગિલ હોય, પીકેમાં સંજય દત્ત અને સુશાંત સિંહ રાજપૂત હોય કે પછી સંજુમાં વિકી કૌશલ. અને હવે ફિલ્મમેકર શાહરૂખ ખાનની ફિલ્મમાં મહત્વના રોલ માટે વિકી સાથે વાતચીત કરી રહ્યા છે, તેમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

અન્ય કેટલાક એક્ટર્સ વિશે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં વિકી દેખીતી રીતે રોલ માટે બધા કરતા આગળ છે. રિપોર્ટમાં તેમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, વિકી કૌશલ અને રાજકુમાર હિરાનીનું ફિલ્મ ‘સંજુ’ના સેટ પર સારું બોન્ડિંગ થઈ ગયું હતું અને ડિરેક્ટર તેમની કાસ્ટિંગ રીપિટ કરે તે સામાન્ય વાત છે. મેકર્સ હજી પણ વિગતોને અંતિમ ઓપ આપી રહ્યા છે અને એકવાર બધું થાળે પડ્યા બાદ, એક્ટર ઔપચારિક રીતે પ્રોજેક્ટમાં આવશે

તાપસી પન્નુ અને બોમન ઈરાની જેવા એક્ટર્સ પણ રાજકુમાર હિરાનીના અપકમિંગ પ્રોજેક્ટનો ભાગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય, શાહરૂખ ખાન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાણ’નો પણ ભાગ છે, જેમાં તેની ઓપોઝિટમાં દીપિકા પાદુકોણ છે.

આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં છે. તે એટલીની કમર્શિયલ એન્ટરટેનરમાં પણ જાેવા મળશે, જેમાં તે ડબલ રોલ ભજવશે. ફિલ્મમાં નયનતારા અને સાન્યા મલ્હોત્રા છે.

વિકી કૌશલના વર્ક ફ્રંટની વાત કરીએ તો, હાલમાં તેણે ઈન્દોરમાં સારા અલી ખાન સાથેની લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ આટોપ્યું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ હવે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’માં જાેવા મળશે. તેની સાથે ફાતિમ સના શેખ અને સાન્યા મલ્હોત્રા સાથેની ‘સામ બહાદુર’ પણ છે. વિકી કૌશલ છેલ્લે ‘સરદાર ઉધમ’માં જાેવા મળ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.