Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧૮ વર્ષથી ઓછી વયના બે હજાર બાળકો લાપત્તા

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ર૦૧૮થી ર૦ર૦ સુધીના ત્રણ વર્ષ દરમ્યાન ૧૮ વર્ષથી ઓછી વયના કુલ ૬ર૩૩ બાળકો ગુમ થયા છે.ર૦ર૮-૧૯થી ર૦ર૦-ર૧ દરમ્યાન બાળકોની દેખરેખ રાખતી સંસ્થાઓમાં રહેતા હોય તેવા કુલ બાળકોની સંખ્યા પ૬૩૩ હતી.

જયારે ૧૬થી૧૮ વર્ષની વયના જેલમાં રહેતા બાળકોની સંખ્યા પ૭ હતી. કેટલાક કિશોર વયના જાતે પણ ઘરેથી કોઈ કારણસર ચાલ્યા જતા હોય છે. તો અનેક ઓછી વયના બાળકોને ઉઠાવી જવાની પણ ઘટનાઓ નોંધાતી હોય છે.

રાજયમાં છેલ્લા કેટલાક વર્ષથી બાળકો ગુમ થવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહયું છે. લાપત્તા થનારા બાળકોમાંથી મોટાભાગના પોલીસ તપાસમાં મળી આવે છે કે જાતે પણ પરત આવી જાય છે. તેમ છતાં દુષ્કૃત્ય કરીને મારી નાખવામાં આવતા હોય છે. કે પરત ન મળી આવતા હોય તેવા બાળકોથી લઈને કિશોરીની સંખ્યા ખૂબ મોટી છે. લોકસભામાં ગૃહ વિભાગ દ્વારા એક સવાલના જવાબમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આધારે આ માહિતી અપાઈ છે.

જવાબમાં વધુમાં જણાવાયું છે કે, બાળકો સાથે દુર્વયવહાર ઉપેક્ષા શોષણ વગેરે પણ બાળકો ગુમ થવાનું એક કારણ હોય છે. લાપતા બાળકોને પરત લાવવા અથવા બચાવાયેલા બાળકોને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પોલીસ બાળ કલ્યાણ સમીતી ન્યાય બોર્ડ જેવી વ્યવસ્થા કરેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.