Western Times News

Gujarati News

બોટાદ-અમદાવાદ બ્રોડગેજનું કામ પૂરૂ, ટ્રેન ચાલુ કરવા માંગ

પ્રતિકાત્મક

ઉમરાળા, ઢસા-જેતલસર અને બોટાદ-ધંધુકા-અમદાવાદ રેલ્વે લાઈન મીટરગેજમાંથી બ્રોડગેજ કરવા માટે બન્ને લાઈન પર ટ્રેન વ્યવહાર બંધ કર્યાને લાંબો સમય વિતી ગયો છે. ગેજ, કન્વર્ઝનની કામગીરી મંથર ગતિએ ચાલતી હોઈ ઢસા-જતલસર લાઈનનું કામ પૂર્ણ થયુ નથી.

જ્યારે બોટાદ- અમદાવાદ લાઈનનું ગેજ કન્વર્જનનુૃ કામ ત્રણેક મહિના પહેલાં પૂરૂં થઈ ગયુ છે. નવી બ્રોડગેજ લાઈન પર માલગાડીઓ, ચલાવીને નવી લાઈનનું ટેસ્ટીંગ દિવસો પહેલાં કરવામાં આવ્યુ હતુ. છતાં હજુ સુધી બોટાદ-ધંધુકા-અમદાવાદ બ્રોડગેજ લાઈન પર પસેન્જર ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો નથી.

તેથી ઢસા-જેતલસર રેલ્વે લાઈન દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને જામનગર જીલ્લાના વિસ્તારોમાં જવા આવવાની તથા બોટાદ ધંધુકા-અમદાવાદ રેલ્વે લાઈન દ્વારા અમદાવાદ અને ત્યાંથી ગુજરાતના અન્ય જુદા જુદા વિસ્તારોમાં તેમજ દેશના જુદા જુદા રાજેયોમાં ટ્રેન દ્વારા અવરજવરની ઉમરાળા તાલુકા સહિત અનેક તાલુકાઓના લોકોની સુવિધા વિક્ષિપ્ત થઈ છે.

ઉપરોક્ત લાઈનો પર અગાઉ વેરાવળ-અમદાવાદ વાયા જેતલસર , ઢસા, ધોળા-બોટાદ, ધંધુકા (સોમનાથ મઈલ) ટ્રેન, ભાવનગર ઓખા વાયા ધોળા, ઢસા, જતલસર, રાજકોટ પેસેન્જર ટ્રેન, ભાવનગર-ઓખા વાયા ધોળા,ઢસા, જેતલસર, રાજકોટ પેસેન્જર ટ્રેન,

ભાવનગર અમદાવાદ વાયા ધોળા, બોટાદ, ધંધુકા ટ્રેન વગેરે ટ્રેન રૂટસ વર્ષોથી ચાલતા હતા અને ઉમરાળા સહિત રૂટના અનેક તાલુકા અને જીલ્લાના લોકો તેનો ભરચક લાભ લેતા હતા.

આ લાભ બંધ થયો ત્યારથી અવરજવર માટે લોકો રોડ માર્ગે બસ રૂટ દ્વારા અવરજવર કરવા માટે મજબુર બની રહ્યા છે.તેમાં લોકોના સમય અને પૈસા બંન્નેના વધુ પડતો બગાડ થાય છે. ઢસા-જેતલસર લાઈનનુૃ ગેજ રૂપાંત્તરણનું કામ વહેલી તકે પૂરૂ કરવા માટે તથા બોટાદ-ધંધુકા-અમદાવાદ લાઈનનું ગેજ કન્વર્ઝનનુૃં અને લાઈન ટેસ્ટીંગનું કામ પૂરૂ થઈ ગયુ હોય એ લાઈન પર પેસેન્જર ટ્રેન સત્વરે ચાલુ કરવા ઉમરાળા તાલુકામાંથી માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.