Western Times News

Gujarati News

વિદેશમાં રહેતા ૪૩૫૫ એનઆરઆઇ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે

નવીદિલ્હી, વિદેશમાં રહેતા ૪૩૫૫ એનઆરઆઇ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. સરકારે કહ્યું કે કોવિડ-૧૯ને કારણે ૮૮ દેશોમાં ૪૩૫૫ વિદેશી ભારતીયોના મોત થયા છે. સૌથી વધુ, ૧૨૩૭ ભારતીયો સાઉદી અરેબિયામાં મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)નો નંબર આવે છે.

આ માહિતી વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આપી હતી. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ને કારણે સાઉદી અરેબિયામાં ૧,૨૩૭,યુએઇમાં ૮૯૪, કુવૈતમાં ૬૬૮, ઓમાનમાં ૫૫૫, બહેરીનમાં ૨૦૩, અમેરિકામાં પાંચ અને રશિયામાં ૧૫ ભારતીયોના મોત થયા છે.

મંત્રીએ કહ્યું કે આ રોગચાળાને કારણે કતારમાં ૧૧૩ અને મલેશિયામાં ૧૮૬ પ્રવાસી ભારતીયોના મોત થયા છે. મુરલીધરને કહ્યું, ‘વિવિધ ભારતીય મિશન પોસ્ટ્‌સ પર ઉપલબ્ધ વિગતો મુજબ, કોવિડ-૧૯ને કારણે ૪,૩૫૫ NRI મૃત્યુ પામ્યા છે. અંતિમ સંસ્કાર માટે ૧૨૭ મૃતદેહો ભારત લાવવામાં આવ્યા હતા. ભારતમાં છેલ્લા એક દિવસમાં કોવિડ-૧૯ના ૬૭૦૮૪ નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૪,૨૪,૭૮,૦૬૦ થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને ૭૯૦૭૮૯ થઈ ગઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.