Western Times News

Gujarati News

પ્રાણની એક ખરાબ આદતે બનાવી દીધા ઈન્ડસ્ટ્રીના વિલન

મુંબઈ, રૂવાંડા ઊભા કરી નાખે તેવી સંવાદ બોલવાની સ્ટાઈલ, એવું ખતરનાક હાસ્ય કે કોઈ પણ શખ્સને નફરત થઈ જાય, કઈ આ રીતે પોતાના પાત્રોમાં ડુબેલા રહેતા હતા પ્રાણકૃષ્ણ સિકંદ. પરંતુ જેવો કેમેરો બંધ થઈ જાય કે લોકોની સામે એક એવો માસૂમ વ્યક્તિ ઊભો હોય કે જેને જાેઈને જ લોકો પ્રેમમાં પડી જાય. પ્રાણ જ્યારે પણ પડદા પર જાેવા મળે કે તેમના માટે ખુબ તાળી પડતી અને સીટીઓ વાગતી હતી.

દર્શકોએ તેમને ખુબ ચાહતા હતા. ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ દિલ્હીના બલ્લીમારામાં જન્મેલા પ્રાણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેઓ એક દિવસ વિલન તરીકે સિનેમા જગતના મોટા-મોટા સિતારાઓ પર ભારે પડશે. વાત જાણે એમ છે કે હંમેશા તેઓ ફોટોગ્રાફર બનવા માંગતા હતા. તેમણે ઘણા સમય સુધી તેને પોતાનો પ્રોફેશન પણ બનાવ્યો.

ફોટોગ્રાફી પ્રાણ માટે એક શોખ નહીં પરંતુ તેમનું ઝૂનુન હતી. તેમણે દહેરાદૂન, દિલ્હી અને શિમલામાં ફોટોગ્રાફર તરીકે ખુબ કામ કર્યું. તેઓ તેમના આ આ કામને ખુબ એન્જાેય કરતા હતા. પરંતુ નસીબનો ખેલ જ અલગ છે. ક્યારે કોના માટે શું થઈ જાય તે કોઈ સમજે નહીં. પ્રાણ સાથે પણ કઈક આવું જ થયું.

જાેવામાં તો તેઓ હંમેશાથી હેન્ડસમ હતા અને ફોટોગ્રાફીના કારણે લગ્ન, પાર્ટીઓ, રામલીલા અને અનેક નાટકોને તસવીરોમાં કેદ કરતા કરતા તેઓ પણ સ્ટાઈલિશ થઈ ગયા હતા.

કહે છે કે પ્રાણ સાહેબને સિગરેટની લત હતી. એકવાર શિમલામાં તેઓ એક પાનની દુકાન પર ખુબ જ સ્ટાઈલમાં સિગરેટ ફૂંકતા હતા. તે સમયે ત્યાં પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેખક મોહમ્મદ વલી પણ હાજર હતા. તેઓ પ્રાણની સ્ટાઈલ જાેઈને તેમનાથી ખુબ પ્રભાવિત થયા. તેઓ ત્યારે તેમની ફિલ્મ યમલા જટ માટે એક યુવકની શોધમાં હતા. આ જ કડીમાં તેમણે પ્રાણને બીજા દિવસે મળવાનું કહ્યું હતું.

પ્રાણને ક્યારેય પણ અભિનયમાં રસ નહતો. આવામાં તેમણે મોહમ્મદ વલીની વાતને પણ ગંભીરતાથી લીધી નહીં અને મળવા ન ગયા. ત્યારબાદ થોડા દિવસ પછી પ્રાણની મુલાકાત ફરીથી વલી સાથે થઈ. પરંતુ આ વખતે તેઓ ના પાડી શક્યા નહીં. અને આખરે તેમને મળવા માટે પહોંચી ગયા. પ્રાણને યમલા જટ માટે સાઈન કરી લેવાયા.

ત્યારબાદ તેમને અનેક પંજાબી અને હિન્દી ફિલ્મોની ઓફર મળવા લાગી હતી. પ્રાણ એક પછી એક ફિલ્મ સાઈન કરતા હતા. તેમણે ખાસ કરીને વિલનની ભૂમિકા એટલી જબદસ્ત રીતે પડદા પર ઉતારી કે લોકો તેમને નફરત કરવા લાગ્યા હતા. આ જ તો એક કલાકારની સુંદરતા છે કે તેની ભૂમિકા લોકોને સાચી લાગે. પ્રાણ ઈન્ડસ્ટ્રીના એકમાત્ર કલાકાર ગણાય છે જેમના ખલનાયક બનવા પર લોકોએ તેમને એટલી નફરત કરવાની શરૂ કરી દીધી હતી કે તેમના પોસ્ટર જાેઈને લોકો તેમને ગાળો બોલતા અને જૂતા વરસાવતા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.