Western Times News

Gujarati News

ગાંધીનગરના ચંદ્રાલા પાસે બસમાંથી ૧.૦૪ લાખની કિંમતની ૬ દારૂની બોટલો સાથે મુસાફર ઝડપાયો

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરના ચંદ્રાલા પાસે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસમાંથી ૧.૦૪ લાખની કિંમતની ૬ દારૂની બોટલો સાથે મુસાફરને ઝડપી પાડ્યો હતો.

ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ પાસે પોલીસે નાકાબંધી કરીને વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાન પાસિંગની અમદાવાદ તરફ જતી બસમાંથી રૂપિયા ૧.૦૪ લાખની કિંમતની દારૂની છ બોટલો સાથે મુસાફરની ધરપકડ કરી છે. ત્યારે મોંઘીદાટ એક બોટલની કિંમત જ ૧૭ હજાર ૩૪૦ હોવાનું જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી.

આ ગાંધીનગરનાં ચીલોડા હિંમતનગર હાઇવે રોડ બુટલેગરો માટે વિદેશી દારૂની હેરફેર કરવા માટેનો સરળ રસ્તો બની ગયો હોય તેવું લાગી રહ્યુ છે. છાશવારે પોલીસ નાકાબંધી કરીને વાહનોમાંથી દારૂના જથ્થા સાથે ઇસમોની ધરપકડ કરતી હોય છે. તેમ છતાં રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂ મોકલી આપવાની પ્રવૃતિઓ પર અંકુશ મેળવી શકાયો નથી.

ગઈકાલે પણ રાજસ્થાન ડેપોની બસમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો મુસાફરનાં સ્વાંગમાં બેઠેલા કેરિયર પાસેથી ઝડપી લેવાઈ હતીદરમિયાન એક મુસાફર શંકાસ્પદ રીતે સીટની નીચે મુકેલા તેના સામાનને સાચવી રહ્યો હતો. ત્યારે સામાનની તલાસી લેતાં થેલામાંથી વિદેશી દારૂની છ નંગ બોટલો મળી આવી હતી.

જે એક બોટલની કિંમત ૧૭ હજાર ૩૪૦ હોવાનું જાણીને પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. પોલીસે મુસાફરની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ કમલ હેમરાજ સોની (ઉં. ૨૪,લક્ષ્મી નગર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જેની પાસે દારૂની પાસ પરમીટ પણ ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરીને ૧.૦૪ લાખની કિંમતની છ બોટલો જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.