Western Times News

Gujarati News

પ્રાંતિજમાં મૃતકના પરિવારને તાત્કાલિક સહાય ચુકવવા પૂર્વ ધારાસભ્યએ સરકારને અપીલ કરી

(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લામાં પણ ચક્રવાત ને લઇને તેજ પવન ફુંકાયો હતો તો જિલ્લા મા મોસમ નો પહેલો વરસાદ તોફાની થયો હતો તો તેજ પવન ફુંકાતા પતરા સાથે યુવક પવન માં ઉડયો હતો તો યુવક ને પતરૂ ધુસી જતા મોત નિપજ્યું હતું તો તાલુકા ત્રણ પશુઓ ના પણ વિજળી પડવાથી તથા વૃક્ષ પડવા થી મોત નિપજ્યું હતુ.

પ્રાંતિજ ખાતે પણ ચક્રવાત તેજ પવન ને લઇને ભાખરીયા વિસ્તારમાં રહેતા કનુભાઇ રવજીભાઈ વાધેલા નામના યુવક નું પોતાના ધર ના પતરા સરખાં કરવા ગયેલ યુવક નું પતરા સાથે ઉડીને રોડ સાઇડે પાણી ની ટાંકી પાસે પડતા પેટમાં પતરુ ધુસી જતા પેટ ચીરાઇ ગયું હતું તો યુવકનું તાત્કાલિક ધટના સ્થળે મોત નિપજ્યું હતું અને તેના મકાન ઉપર થી છત ઉડી જતા વરસાદ પડતાં ધર નો બધો માલ સામાન પલરી ગયો હતો.

આ અંગેની જાણ પ્રાંતિજ મામલતદાર આર.કે.પટ્ટણી , પ્રાંતિજ ટી.ડી.ઓ જે.એચ.કાપડીયા , પ્રાંતિજ પીઆઇ બ્રહ્મભટ્ટ સહિત તાત્કાલિક ધટના સ્થળે ચાલુ વરસાદ માં દોડી આવ્યા હતાં તો પ્રાંતિજ ના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા એ પણ સ્થળ મુલાકાત લઈને સિવિલ ખાતે આવી ને પરીવાર ના સભ્યો ને શાતન્ના આપી સરકાર દ્વારા આ પિડીત પરિવાર ને તાત્કાલિક સહાય મળે તેવી રજુઆત પણ કરી હતી તો પ્રાંતિજ ના સોનાસણમાં સુથાર વિનોદચંદ્ર નટવરલાલના ધર આગળ વુક્ષ નીચે બાંધેલ પશુ નું પણ વુક્ષ ધરાશાયી થવાથી પશુ નુ મોત નિપજ્યું હતું.

પ્રાંતિજના કરોલ ખાતે પણ પટેલ જીતેન્દ્ર ભાઇ કાન્તીભાઈ ના ધર આગળ બાંધેલ બે પશુઓ ઉપર વિજળી પડતા બન્ને પશુઓનાં મોત નિપજ્યું હતું તો જિલ્લામાં વાવાઝોડા ની વધુ અસર પ્રાંતિજ તથા તાલુકા માં જોવાં મળી હતી તો ૨૦ થી પણ વધારે વીજ પોલ ધરાશાયી થયા હતાં તો મોસમ નો પહેલો વરસાદ સાબરકાંઠા જીલ્લા માં વધુ વરસાદ પ્રાંતિજ ખાતે ૪૩ મીમી નોંધાયો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.