Western Times News

Gujarati News

ડોલર સામે રૂપિયામાં ૬૮ પૈસાનો કડાકો જાેવા મળ્યો

નવી દિલ્હી, વૈશ્વિક અરાજકતાના માહોલ વચ્ચે સેફ હેવન ગણાતા યુએસ ડોલર અને સોનામાં રોકાણ શિફ્ટ થઈ રહ્યું છે. ડોલરની સામે ભારતીય ચલણ રૂપિયો ગુરૂવારના શરૂઆતી સત્રમાં ૫૦ પૈસાની આસપાસ તૂટ્યો હતો પરંતુ ૧૨ કલાકે રૂપિયામાં મંદી આગળ વધી છે.

રશિયાના યુક્રેન હુમલાથી આહત થયેલ ભારતીય રૂપિયો ૭૨ પૈસાના કડાકે ૭૫.૨૮ પ્રતિ યુએસ ડોલરના લેવલે ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો જ નહિ રશિયાનો રૂબેલ પણ આ યુદ્ધથી આહત થયો છે. રશિયાના ચલણમાં અમેરિકન ડોલરની સામે ૧૦%નો મસમોટો કડાકો જાેવા મળ્યો છે. રૂબેલ ડોલરની સામે ૧૦%થી વધુના કડાકા સાથે ૮૯.૮૯૦૯ના લેવલે કામકાજ કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાએ તેના સ્ટોક એક્સચેન્જ મોસ્કો એક્સચેન્જમાં કારોબાર સસ્પેન્ડ કર્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે મોંઘવારીની ચિંતા હેઠળ હવે આ આંતરરાષ્ટ્રીય સરહદી સમસ્યાઓ અને ક્રૂડનો ઉછાળો રૂપિયાને ૭૭ સુધીના લેવલ સુધી ઘટાડી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.