Western Times News

Gujarati News

કમરમાં દુખાવાથી પરેશાન છો? તો આ ઉપાય અજમાવો

ઘણી મહિલાઓને કમરના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. કેટલીક એકસરસાઈઝ નિયમિત રીતે કરવામાં આવે તો કમરના દુખાવામાં રાહત મળે છે

આજની સુખ અને સુવિધાથી ભરપૂર જીવનશૈલીમાં કમરમાં દુખાવાની ફરિયાદ બહુ સામાન્ય છે. જાેકે ઘરમાં જ કેટલીક ખાસ કસરત કરીને આ દુખાવાથી રાહત મળી શકે છે. આ એકસરસાઈઝ ઘરમાં કોઈપણ જગ્યાએ સરળતાથી કરી શકાય છે.

પિરિફોર્મિસ સ્ટ્રેચ ઃ પીઠના આધારે સૂઈ જાઓ અને બંને પગને ઘુંટણથી વાળી લો. જમણા પગને ડાબા પગના ઘુંટણની ઉપરના વિસ્તારમાં જાણે બેસવાની અવસ્થા હોય એ રીતે ટેકવો. હવે પોતાના હાથને પોતાના ડાબા સાથળની પાછળ રાખો અને જયાં સુધી તણાવ ન અનુભવાય ત્યાં સુધી છાતી સુધી ખેંચો.

આ સ્થિતિમાં ૩૦ સેકંડથી ૧ મિનિટ સુધી રહો. તમે અનુકુળતા પ્રમાણે સમય વધારી શકો છો. હવે આ પ્રક્રિયા બીજી તરફ કરો. શરૂઆતમાં પ-પ ના સેટ કરો. સુપરમેન સ્ટ્રેચ ઃ જમીન પર પેટના આધાર પર સુઈ જાઓ અને બંને હાથને સામેની તરફ ફેલાઓ.

હવે પગને ફેલાવીને જમીન પર સપાટ રાખો. બંને હાથ અને પગને ઉંચા કરો. ઉંચકાયેલા હાથ અને પગ તેમજ જમીન વચ્ચે લગભગ ૬ ઈંચ અંતરનું હોય એવો પ્રયાસ કરો. ગરદનમાં દુખાવો ન થાય એટલે માથાને સીધું રાખો અને જમીન તરફ જુઓ. હાથ અને પગને શક્ય એટલા પહોળા કરો.

આ સ્થિતિમાં ર-૩ સેકંડ રહો અને ફરીથી સામાન્ય અવસ્થામાં આવી જાઓ. શરૂઆતમાં આ પ્રક્રિયાને આઠથી દસ વખત કરો.

સીટેડ રોટેશનલ સ્ટ્રેચ ઃ કોઈ સ્ટૂલ અથવા ખુરશી પર બેસી જાઓ. પંજાને જમીન પર સપાટ રાખીને જ બેસો. હવે હાથને માથાની પાછળની તરફ રાખો અને કરોડરજ્જુને એકદમ સીધી રાખીને જમણી તરફ વાળો. આ સ્થિતિમાં દસ સેકંડ રહો જેથી તણાવ અનુભવાય. બીજી તરફ ફરી આ પ્રક્રિયાનું પરિવર્તન કરો.

શરૂઆતમાં એ દિવસમાં ૩-૪ વખત કરો અને પછી ક્રમશઃ એનો સમય ધીરે ધીરે વધારો. આ એકસરસાઈઝને ઓફિસમાં બેસીને ગમે ત્યાં કરી શકાય છે.

ની-ચેસ્ટ સ્ટ્રેચઃ પીઠના આધાર પર સૂઈ જાઓ અને બંને પગને પણ સીધા રાખો. આ પછી જમણા ઘુંટણને વાળીને છાતી સુધી લાવો, ઘુંટણને ટેકો આપવા માટે હાથને પોતાના સાથળની પાછળ રાખો જેથી ઘુંટણ છાતીને સ્પર્શી શકે. આ એકસરસાઈઝ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કમરનો નીચેનો હિસ્સો સીધો રાખવાનો છે, ઉંચો નથી કરવાનો.

આ મુદ્રામાં ૩૦ સેકંડથી ૧ મિનિટ સુધી રહો. બીજી તરફ પણ આ પ્રક્રિયા કરો. આ એકસરસાઈઝ દરમિયાન ઉંડા શ્વાસ લો. શરૂઆતમાં સુવિધા પ્રમાણે ૩-૪ સેટ કરો અને પછી સમય વધારી લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.