Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાતના ૧ હજાર જેટલા વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા

સુરત, રશિયાના રાષ્ટ્રપતિ પુતિે યુક્રેન પર હુમલો કરી દેતા સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ગયું છે, ત્યારે આ હુમલામાં મોટાપાયે નુકશાન થવાના સમાચાર સામે આવ્યા છે.યુક્રેનમાં ૨૦ હજાર ભારતીયો ફસાયા છે ત્યારે દક્ષિણ ગુજરાતના ૧ હજારથી વધુ વિધાર્થીઓ ફસાયા હોવાની પ્રબળ શક્યતા છે.

૨૯ જેટલા વાલીઓએ કલેકટરનો સંપર્ક કર્યો છે. યુક્રેનમાં મેડિકલ અને એમબીએના અભ્યાસ માટે ગુજરાતના આ વિધાર્થીઓ ગયા હતા,આ વિધાર્થીઓની માહિતી કલેકટરને સોંપવામાં આવી છે. આ બાબતને સત્વરે ધ્યાનમાં લઇને કલેકટરે આ વિગતો વિદેશ મંત્રાલયને મોકલી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે વાતચીત દ્વારા જ કોઈપણ ઉકેલ શોધી શકાય છે.

તેમના મતે, રાજદ્વારી દ્વારા જ શાંતિ સ્થાપિત કરી શકાય છે. આ સાથે જ પીએમ મોદીએ પુતિન સામે ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સિવાય પીએમએ હિંસા છોડવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે આ મામલાને વાતચીત દ્વારા ઉકેલવો જાેઈએ.

૨૫ મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ સૌથી વધુ ભારપૂર્વક કહ્યું કે યુદ્ધમાંથી કોઈ ઉકેલ આવવાનો નથી. પીએમ મોદીના કહેવા પ્રમાણે, જાે રશિયાનો નાટો દેશો સાથે વિવાદ છે તો તે પણ વાતચીત દ્વારા જ ઉકેલવો જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.