Western Times News

Gujarati News

વિશ્વમાં સૌથી મોટા પ્લેનને રશિયાના હુમલામાં નુકસાન

કિવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મોટાપાયે જાન અને માલનું નુકસાન થઈ રહ્યું છે. અનેક લોકોએ આ યુદ્ધમાં જીવ ગુમાવ્યા છે અને સંપત્તિનું પણ ઘણું નુકસાન થયું છે. આ યુદ્ધનો શિકાર દુનિયાનું સૌથી મોટું માલધારી પ્લેન પણ બન્યું છે.

યુક્રેન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, લંબાઈમાં દુનિયાના સૌથી મોટું પ્લેન કીવ પાસે આવેલા ગોસ્ટેમોલે એરપોર્ટ પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. એન્ટોનોવ-૨૨૫ મરિયા નામના આ પ્લેનનું નિર્માણ યૂક્રેનમાં કરવામાં આવ્યું હતું. યુક્રેનના સરકારી હથિયાર નિર્માતા ઉક્રોબોરોનપ્રોમના જણાવ્યા અનુસાર આ વિમાનના સમારકામમાં ૨૨૭ અબજ રુપિયાથી વધારે ખર્ચ થશે.

આ પ્લેનની ડિઝાઈન સોવિયત સંઘ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે સોવિયત સંઘ યુક્રેનનો ભાગ હતો. ડેલીમેલના રિપોર્ટ અનુસાર, યુક્રેન દ્વારા કહેવામાં આવ્યું છે કે, રશિયાના હુમલામાં વિમાનને મોટાપાયે નુકસાન થયું છે. વિમાન તે વખતે ગોસ્ટોમેલે એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યુ હતું. આ એરપોર્ટ કીવ પાસે છે. જેનો ઉપયોગ રશિયા યુક્રેનનમાં પોતાની સેના અને હથિયાર મોકલવા માટે કરી શકે છે.

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખની ઓફિસ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ આ પ્લેનનું સમારકામ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે સશક્ત, સ્વતંત્ર અને લોકતાંત્રિક યુક્રેનના આપણા સપનાને સાકાર કરીશું. જ્યારે રશિયાએ હુમલો કર્યો ત્યારે આ પ્લેનને સુરક્ષિત સ્થળ પર ખસેડી ન શકાયું કારણકે એરપોર્ટ પર તેનું સમારકામ ચાલી રહ્યુ હતું.

સીએનએનના રિપોર્ટ અનુસાર, નાસાની એક એજન્સીએ એરપોર્ટ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાની જાણકારી મેળવી. તેમાં અમુક મિસાઈલ તે હેંગર પર પણ પડી હતી જ્યાં આ પ્લેનને રાખવામાં આવ્યુ હતું. નાસાના ડેટા અનુસાર, હુમલા પછી હેંગર પર આગ લાગી ગઈ.

આ પ્લેનની લંબાઈ ૮૪ મીટર છે અને તેની પાંખો ૮૮ મીટર સુધી ફેલાયેલી છે. આ વિમાનના સમારકામ પાછળ ૩ અબજ ડોલરનો ખર્ચ અને લાંબો સમય લાગી શકે છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, વર્ષ ૧૯૮૦ના દશકમાં ડિઝાઈન કરવામાં આવેલું આ પ્લેન અત્યાર સુધીનું સૌથી લાંબુ અને ભારે પ્લેન હતું. આ પ્લેન ૬૪૦ ટન કાર્ગો લઈ જવામાં સક્ષમ હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.