Western Times News

Gujarati News

સિંધુ સંધિ તોડી પાકિસ્તાનને આતંકવાદ ફેલાવવાનો જવાબ આપી શકાશે

પાકિસ્તાનનું પાણી રોકવાનો સમય આવી ગયો

(એજન્સી) નવીદિલ્હી, એશિયામાં જળ સંધિને લઈને વિરોધાભાસ જાેવા મળી રહયો છે. ચીન, જળ સમૃદ્ધ તિબેટ પઠાર ઉપર કબજાે કરીને એશીયાના વોટર મેપ પર હાવી છે. કોઈપણ પાડોશી દેશને પાણી પહોચાડવાની સંધીમાં સામેલ થવાનો ઈન્કાર કરે છે. તેની ઉલટ પાણીની કમીનો સામનો કરી રહેલાં ભારતની પાકિસ્તાન અને બંગ્લાદેશ સાથે જળ વહેચણીની સંધી છે.

હિમાલયમાંથી નિકળીને  પશ્ચિમની તરફ આગળ વધતી નદીઓ સિંધુ (Indus River Basin) નદીના બેસિનમાં ભળી જાય છે અને તે નદીઓમાં સિંધુ સૌથી મોટી છે. સિંધુ નદી દક્ષિણ પશ્ચિમ તરફ ભારતમાં અને ત્યારબાદ પાકિસ્તાનમાં થઈને અરબી સમુદ્ર સુધી વહે છે. આ નદીને ચિનાબ, જેલમ, બિયાસ, રાવી અને સતલજ નદીઓનું પાણી તેમાં ભળી જાય છે.

હિમાલયની મુખ્ય નદીઓ સિંધુ (Indus) જેલમ, ચેનાબ, બિયાસ, રાવી, સરસ્વતી, સતલજ, ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા છે. આ તમામ નદીઓ સામૂહિક રીતે 2,250 કિમીના વિસ્તારને આવરી લે છે. આ નદીઓની સરેરાશ 200 કિમી લાંબી છે.

જેમાંથી પ્રત્યેક સંધીએ આંતરરાષ્ટ્રીય કાયદામાં નવો સિદ્ધાંત સ્થાપિત કર્યા છે. જાે કે આ સિંધુ સંધિથી ભારતને કોઈ ફાયદો થઈ રહયો નથી અને પાકિસ્તાન ભારતની ઉદારતાનો બદલો આતંકથી ચુકવી રહયું હોવાથી સંધિને રદ કરવા માટે વિચાર થવો જાેઈએ તેવું લાગી રહયું છે.

૧૯૯૬ની ગંગા સંધિએ મહત્વપૂર્ણ ગરમીના મોસમમાં બંગલાદેશને પ્રવાહની ગેરન્ટી આપીને એક નવું સ્ટાન્ડર્ડ બનાવ્યું છે.

પાકિસ્તાન સાથે ૧૯૬૦ની સિંધુ સંધિ હજી પણ દુનિયાની સૌથી ઉદાર સંધિમાંથી એક છે. અનિશ્ચિતકાળની આ સંધી હેઠળ ભારતે મૂર્ખતાપૂર્ણ રીતે પાકિસ્તાન માટે છ નદીમાં કુલ જળ પ્રવાહનો ૮૦.પર ટકા હિસ્સો રીઝર્વ કર્યો છે.

હકીકતમાં સંધિએ સિંધુ બેસીનમાં નદીઓને પ્રભાવી રીતે વિભાજીત કરી છે. ભારતનો પૂર્ણ સંપ્રભુતામા સિદ્ધાંતને સ્વરૂપ આપનારી એકમાત્ર સંધી છે. આ છ નદીમાંથી ચારનું ઉદ્‌ગમ ભારતમાં છે. જયારે બેનું તિબેટમાં છે. જયારે ચીન ક્રોસ ફલો બદલવા માટે સ્વતંત્ર છે.

તેનાથી ઉલટ સિંધુ સંધિ ભારત માટે કાંટો બની છે. ભારતે એવી સંધી ખતમ કરવી જાેઈએ. જેનો દેશને કોઈ લાભ નથી અને આતંકવાદ માટે પાકિસ્તાન પ્રોત્સાહન આપે છે. તેવામાં હવે આતંકવાદીઓને પાકિસ્તાનમાં સરકારી મદદનું કારણ આપીને સંધીને તોડી શકાય તેમ છે. પાકિસ્તાન ભારતની ઉદારતાનો બદલો આતંકી હુમલાથી ચુકવે છે. ભારતનાી ઉદારતો બદલો આતંકી તેવામાં ભારત આવી કામગીરીને અનુમતી આપી શકે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.