Western Times News

Gujarati News

કીવની પાસે આવેલા વિસ્તારોમાં પણ હવે સળગતા મકાનો દેખાયા

નવી દિલ્હી, યુક્રેનની રાજધાની કીવ પર કબ્જાે કરવા માટે રશિયા તરફથી હવે ખૂબ જ મોટો મિલિટ્રી કાફલો મોકલવામાં આવ્યો છે. યુક્રેન-રશિયા યુધ્ધનો આજે મંગળવારે છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન, જાણવા મળ્યું છે કે, રશિયાનો ૪૦ માઈલ (૬૪-કિમી) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે.

આ પહેલા મોકલવામાં આવેલા રશિયન કાફલાની સાઈડ ૩ માઈલ સુધીની જ હતી. સ્પેસ ફર્મ મેક્સર ટેક્નોલોજીસતરફથી જે તસવીરો સામે આવી છે તે ડરાવનારી છે. કાફલાની સાથે કિવને અડીને આવેલા વિસ્તારોમાં સળગતા મકાનો પણ દેખાઈ રહ્યા છે. હાલમાં આ કાફલો કિવથી લગભગ ૪૫ કિમી ઉત્તર-પશ્ચિમમાં જાેવા મળ્યો છે.

રશિયા-યુક્રેન વચ્ચે સોમવારે બેલારુસમાં વાતચીત થઈ હતી પરંતુ તેમાં કોઈ ઉકેલ આવ્યો નહોતો. યુક્રેન ઈચ્છે છે કે રશિયન સેના શક્ય તેટલી વહેલી તકે સમગ્ર યુક્રેનમાંથી હટી જાય. બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે કેટલાક મુદ્દાઓ પર સમજૂતી થઈ છે. ટૂંક સમયમાં બીજા રાઉન્ડની બેઠક પણ થઈ શકે છે.

કાફલો સાઉથમાં એન્ટોનોવ એરપોર્ટવિસ્તારથી શરૂ થઈ રહ્યો છે અને તે નોર્થમાં પ્રેબ્રિક્સવિસ્તારમાં જઈને સમાપ્ત થાય છે. આ કાફલાની કુલ લંબાઈ લગભગ ૪૦ માઈલ છે. રશિયન કાફલામાં સેંકડો લશ્કરી વાહનો, ટેન્ક, આર્ટિલરી બંદૂકો વગેરે સામેલ છે.

કિવ પહેલાના રસ્તામાં ઈવાનકીવવિસ્તારમાં કેટલાક ઘર એવા છે જે સળગતા જાેવા મળ્યા છે. રશિયન આર્ટિલરી તેની નજીક ઉભી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, હુમલો તેમના તરફથી જ કરવામાં આવ્યો હશે. યુક્રેનિયન ડ્રોન હુમલામાં રશિયન સેનાના કાફલાને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર યુક્રેનના ૫ લાખ લોકોને યુદ્ધ શરૂ થયા બાદ તેમના ઘર છોડીને પાડોશી દેશોમાં શરણ લેવા માટે મજબૂર બન્યા છે. સોમવારના રોજ યુક્રેન સાથેની વાતચીતમાં કોઈ ઉકેલ ન નીકળતા સોમવારે પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ફોન પર વાત કરી હતી.

જેમાં પુતિને સ્પષ્ટ કર્યું કે, સેટલમેન્ટ ત્યારે જ થઈ શકશે જ્યારે તેની ત્રણ શરતો સ્વીકારવામાં આવશે. જેમાં ક્રિમીઆ પર રશિયન સાર્વભૌમત્વની માન્યતા, યુક્રેનનું વિસૈન્યીકરણ અને યુક્રેનની તટસ્થ સ્થિતિ સુનિશ્ચિત કરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કાફલો એન્ટોનોવ એરપોર્ટપરથી પસાર થતો જાેવા મળ્યો છે. આ એ જ વિસ્તાર છે જ્યાં વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ એએન-૨૨૫ હાજર હતું, જેને રશિયન મિસાઈલો દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.