Western Times News

Gujarati News

અત્યાર સુધીમાં ગુજરાત સરકારે વકીલો માટે 13.25 કરોડ વેલ્ફેર ફંડ માટે ફાળવ્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ ૬ કરોડ આપ્યા!!

ગુજરાત બાર કાઉન્સિલનો ઈતિહાસ લખનારા નહીં, પણ ઈતિહાસ ઘડનારા તરીકે જે.જે. પટેલે કરેલી રજૂઆતને અત્યાર સુધીની સરકારે સવાતેર કરોડની રકમ ફાળવતા વકીલ અગ્રણીઓએ અભિનંદનની વર્ષા કરી?!

તસવીર ગુજરાત બાર કાઉન્સિલની છે જ્યારે ઈનસેટ તસવીર ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના વર્તમાન પ્રદેશ કન્વીનર અને ગુજરાત બાર કાઉન્સિલ ના પૂર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલ ની છે જે. જે પટેલ સમગ્ર વકીલ આલમમાં માટે અવારનવાર ગુજરાત સરકારમાં સતત રજૂઆત કરતા આવેલા છે

અને તેઓ ગુજરાત બાર કાઉન્સિલ માં સમરસ જૂથમાં પ્રભુત્વ ધરાવે છે આથી ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો ને અવારનવાર આર્થિક લાભ મળે તે માટે સતત રજૂઆત કરતા રહ્યા છે! અગાઉ શ્રી જે.જે.પટેલ રજૂઆતને ધ્યાનમાં લઈને ઈલાઇબ્રેરી માટે સરકારે સવા બે કરોડ જેવી માતબર રકમ ફાળવી હતી!

ત્યારબાદ વકીલોના વેલ્ફેર ના લાભાર્થે સરકારે પાંચ કરોડ રૂપિયા ફાળવ્યા છે! જ્યારે આ વખતે ૨૦૨૨ ના બજેટમાં વેલ્ફેર ફંડ ના લાભાર્થીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે છ કરોડ રૂપિયા ફાળવેલ છે જેને ગુજરાત બાર કાઉન્સિલ ના પૂર્વ ચેરમેન અને ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વિનર જે.જે. પટેલે ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,

કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ નો આભાર માન્યો છે જ્યારે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન કિશોરકુમાર ત્રિવેદી, વાઇસચેરમેનશ્રી કરણસિંહ વાઘેલા અને એક્ઝિક્યુટિવ ચેરમેન મનોજભાઈ અનડકટ એ ગુજરાત સરકારનો તથા સરકારમાં રજૂઆત કરવા નું સફળતા પૂર્વક નેતૃત્વ સંભાળનાર

ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ ના કન્વીનર શ્રી જે.જે. પટેલનો પણ ખાસ આભાર માન્યો હોવાનું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળેલ છે આ ઉપરાંત ફોજદારી કોર્ટ બાર ના પૂર્વ પ્રમુખ બી.એમ.ગુપ્તા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના પૂર્વ પ્રમુખ શ્રી સી.એમ વ્યાસ ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય અને અમદાવાદ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ શ્રી પરેશભાઈ જાની સહિત અનેક ધારાશાસ્ત્રીઓએ આભાર માન્યો છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

રાજકીય તત્વચિંતક પ્લેટોએ કહ્યું છે કે ‘‘જ્યાં સુધી ફિલસુફો સરકાર ચલાવતા ન થાય અથવા સરકાર ચલાવનારા ફિલસૂફો ન થાય ત્યાં સુધી માણસોના દુઃખોનો અંત આવવાનો નથી’!! જ્યારે ગેટે નામના વિચારકે કહ્યું છે કે ‘‘સૌથી સારી સરકારે એ છે જે પોતાના પર શાસન કરવાનું શિક્ષણ આપે છે’’!!

ગુજરાત રાજ્યની રાજ્ય સરકારે વકીલો માટે છેલ્લા પાંચ વર્ષમાં અવારનવાર આર્થિક સહાયની જાહેરાત કરતી રહી છે અત્યાર સુધીમાં ગુજરાત સરકારે વકીલો માટે કુલ સવા તેર કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમાં વેલ્ફેર ફંડ માં અગિયાર કરોડ રૂપિયા આપ્યા હોવાનું જણાય છે જેનો યશ ગુજરાત ના ભાજપ નિકલના પ્રદેશ કન્વીનર શ્રી જે.જે. પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત બાર કાઉન્સિલના સમરસ જૂથની સંયુક્ત રજૂઆતના અનુસંધાને વકીલો માટે આ પ્રકારની આર્થિક સહાય જાહેર કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.