Western Times News

Gujarati News

રશિયામાં મેકડોનાલ્ડએ બધા આઉટલેટ બંધ કર્યાઃ છેલ્લો બર્ગર ખાવા રસ્તાઓ પર લાંબી લાઈનો લાગી

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. 13 માર્ચે, મેકડોનાલ્ડ્સે રશિયામાં તેની તમામ 850 રેસ્ટોરાં બંધ કરી દીધી. આ પહેલા મેકડોનાલ્ડ્સમાં છેલ્લું બર્ગર ખાવા માટે રશિયન લોકોની ભીડ ઉમટી પડી હતી. હવે લાસ્ટ બર્ગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

મેકડોનલ્ડ્સના CEOએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખતા ત્યાં કંપનીના યૂનિટ્સને બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે. જો કે આ પહેલો પ્રતિબંધ નથી, આ પહેલા આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન સ્ટાર બક્સ, કોકા-કોલા, પેપ્સીકો, કેએફસી, બર્ગર કિંગ પણ રશિયામાં પોતાની બ્રાન્ચ બંધ કરી ચૂકી છે.

ફૂડ ચેઈન સિવાય, એક્સોન-મોબિલ, જનરલ ઇલેક્ટ્રિક, નેટફ્લિક્સ સહિતની ઘણી કંપનીઓએ રશિયામાં તેમની કામગીરી બંધ કરી દીધી છે.

ફાસ્ટ ફુડ ચેઈ મેકડોનલ્ડસે ભલે રશિયામાં દરેક બ્રાન્ચ બંધ કરી દીધી હોય, પરંતુ તેઓ પોતાના 62,000 કર્મચારીઓને પગાર આપવાનું ચાલુ રાખશે. જો કે, આનાથી લોકો ખૂબ જ નિરાશ થયા છે .મેકડોનલ્ડસના પ્રતિબંધનો વિરોધ કરવા માટે પિયાનોવાદક લુકાસ સેફ્રોનોવએ મોસ્કોના પુશકિન સ્ક્વેરમાં મેકડોનાલ્ડની એન્ટ્રી પર પોતાને હાથકડી પહેરાવી હતી. 270 પાઉન્ડના લુકાસના આ પગલાને કારણે પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.