Western Times News

Gujarati News

કંગનાએ ધ કાશ્મીર ફાઇલ્સ જાેઈ કહ્યું બોલિવૂડના પાપ ધોવાઈ ગયા

મુંબઇ, કંગના રનૌતે ફિલ્મ જાેયા બાદ ‘ધ કાશ્મીર ફાઇલ્સ ના વખાણ કર્યા અને દાવો કર્યો કે, આ ફિલ્મે બોલિવૂડને ‘પાપ’માંથી મુક્ત કરી છે. કંગના રનૌતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફિલ્મના બહાને બોલિવૂડ વિશે ઘણું બધું કહી રહી છે.

વીડિયોમાં કંગના કહી રહી છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જે લોકો ઉંદરોની જેમ બિલોમાં છુપાયેલા છે તેમણે ફિલ્મનું પ્રમોશન કરવું જાેઈએ. કંગનાએ પણ ટીમને આવી ફિલ્મ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત, ધ કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી જેવા કલાકારો છે.

વીડિયોમાં, કંગના રનૌત પાપારાઝીને કાશ્મીર ફાઇલ્સ ટીમ વિશે કહે છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે બોલિવૂડના પાપો ધોઈ નાખ્યા છે. અભિનેત્રીએ આગળ કહ્યું, આટલી સારી ફિલ્મ બની છે. આ ફિલ્મ એટલી વખણાય છે કે, ઉંદરોની પોતાના બીલમાં છૂપાયેલા બધા ઇન્ડસ્ટ્રીના લોકોએ પોતાના બિલમાં બહાર આવીને તેનો પ્રચાર કરવો જાેઈએ. ઘણી બધી બકવાસ ફિલ્મોનો પ્રચાર કરો છો.

તેઓએ આવી સારી ફિલ્મને પણ પ્રમોટ કરવી જાેઈએ. આ પહેલીવાર નથી કે, જ્યારે કંગનાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની પ્રશંસા કરી હોય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટીકા કરી હોય. ગયા અઠવાડિયે, કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફિલ્મ વિશે એક નોંધ શેર કરી હતી, જેમાં તેણે ફિલ્મની કમાણી અને વિવેચકો અને લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરી હતી.

તેણે બોલિવૂડને બુલીદાઉડ કહીને ટોણો માર્યો હતો. કંગના રનૌતે લખ્યું, બુલીદઉડ અને તેના ચમચા આઘાતમાં જતા રહ્યા છે. આ બધા વચ્ચે, કંગના ટૂંક સમયમાં ‘તેજસ’, ‘ધાકડ’, ‘મણિકર્ણિકા રિટર્ન્સ’ અને ઇમર્જન્સી સહિત અનેક ફિલ્મોમાં જાેવા મળશે. તે તેના પ્રોડક્શન હાઉસ ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ હેઠળ ‘ટીકુ વેડ્‌સ શેરુ’ ફિલ્મનું નિર્માણ પણ કરી રહી છે. હાલમાં તે રિયાલિટી શો ‘લોક અપ હોસ્ટ કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.