Western Times News

Gujarati News

મેટ્રોના કર્મીએ ૧૬ કલાકમાં ૨૫૪ સ્ટેશન કવર કર્યા

નવી દિલ્લી, દિલ્લી મેટ્રોએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે, મેટ્રોના કર્મચારી પ્રફુલ સિંહે માત્ર ૧૬ કલાકમાં ૩૪૮ કિલોમીટર કાપીને ૨૫૪ સ્ટેશનો કવર કર્યા છે. પ્રફુલે આ યાત્રે ૨૯ ઓગષ્ટ ૨૦૨૧ના દિવસે શરૂ કરી હતી. દિલ્લી મેટ્રોએ દાવો કર્યો છે કે ડીએમઆરસીના એક કર્મચારીએ દરેક મેટ્રો સ્ટેશનો પર સૌથી ઝડપથી યાત્રા કરવાનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બાનાવ્યો છે.

પોતાના સોશિયલ મીડિયા હોન્ડલ પર પોસ્ટમાં, દિલ્લી મેટ્રોએ એક મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહેવા દરમિયાન કર્મચારીનો એક ફોટો શેર કર્યો. જેમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો તોનો પત્ર તેના હાથમાં હતો.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટે પ્રફુલ સિંહની પોસ્ટ શેર કરી જે અંગે પ્રફુલે જણાવ્યું કે, ‘ હું લાંબા સમયથી દિલ્લી મેટ્રોનો ઉપયોગ કરી રહ્યો છું. જે કારણથી મને દરેક લાઈનો વિશેની જાણકારી છે. મારો પ્લાન હતો કે મારે કયા સ્ટેશન અને લઈનથી શરૂ કરવાનું છે પૂર્ણ કરવાનું છે જેથી સમયથી પહેલા હું પોતાનો રેકોર્ડ પૂર્ણ કરી શકું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.