Western Times News

Gujarati News

પીએમને વિવેક અગ્નિહોત્રીનો આશ્રય લેવો પડે તો તેનો અર્થ એ છે કે કોઇ કામ થયું નથી: કેજરીવાલ

લખનૌ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ફિલ્મધ કાશ્મીર ફાઇલ્સને કરમુકત બનાવવાની ભાજપની માંગ પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ૮ વર્ષ સુધી કેન્દ્ર સરકાર ચલાવ્યા પછી જાે કોઇ દેશના પીએમને વિવેક અગ્નિહોત્રીનો આશ્રય લેવો પડે તો તેનો અર્થ એ છે કે કોઇ કામ થયું નથી. આટલા વર્ષો બગડી ગયા છે. અરવિંદ કેજરીવાલે કહયું કે આ બીજેપી લોકો કહી રહયા છે કે કાશ્મીર ફાઇલ્સને ટેકસ ફ્રી કરો. આ ફિલ્મને યુટયુબ પર મૂકો, આખી ફિલ્મ ફ્રી થઇ જશે.

કેજરીવાલે એમસીડી ચૂંટણીને લઇને પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ કહે છે કે અમે વિશ્વની સૌથી મોટી પાર્ટી (ભાજપ) છીએ, અમે વિશ્વની સૌથી મોટી પાર્ટીથી ડરીને ભાગી ગઇ, શું કાયર છે ? હિંમત હોય તો ચૂંટણી લડીને બતાવો.

કેજરીવાલે કહયું કે ભાજપ ઇચ્છે કે કે એમસીડીમાં પણ એનડીએમસી જેવી સ્થિતિ સર્જાય. એનડીએમસીમાં કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે સભ્યોને નોમિનેટ કરવામાં આવે છે, તેવી જ રીતે એમસીડીમાં પણ વ્યવસ્થા થવી જાેઇએ. ભાજપનું બસ ચાલે તો તમામ રાજયો અને દેશમાં ચૂંટણી અટકાવી દે.

અરવિંદ કેજરીવાલે કહયુ હતું કે તમને માન મળશે. સન્માન મળશે. તમારા દ્વારા ખોટા નારા લગાવવામાં આવશે નહી. આપણ સાથે મળીને રાષ્ટ્રનું નિર્માણ કરીશું. આ પોસ્ટરો પણ ખોટી ફિલ્મોના નહી બને. તમારે જે પણ કરવું હોય, ઓછામાં ઓછું આ ફિલ્મનું પ્રમોશન કરવાનું બંધ કરો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.