Western Times News

Gujarati News

ધારાસભ્યોને એક વખતના કાર્યકાળનું જ મળશે પેન્શન

ચંદીગઢ, પંજાબના મુખ્યમંત્રી તરીકેની સત્તા સંભાળ્યા પછી મુખ્યમંત્રી ભગવંત માન એક પછી એક ઘણા મોટો ર્નિણય લઈ રહ્યા છે. સીએમ ભગવંત માને શુક્રવારે ધારાસભ્યોની પેન્શનના ફોર્મ્યુલામાં ફેરફારની જાહેરાત કરી. હવે, ધારાસભ્યોને એક વખત પેન્શન મળશે. અત્યાર સુધી જેટલી વખત કોઈ ધારાસભ્ય બનતું હતું, તેટલી વખત પેન્શનની રકમ જાેડાતી જતી હતી.

ભગવંત માને કહ્યું કે, ‘બેરોજગારી મોટો મુદ્દો છે. યુવાનો ડિગ્રીઓ લઈને ઘરે બેઠા છે. જેમણે નોકરી માગી, તેમને લાઠીઓ મળી. તેમના પર પાણી ફેંકાયું. તેમને નોકરીઓ ન મળી. એવામાં અમે આ સમસ્યાનો અંત લાવવા મોટા-મોટા પગલાં ઉઠાવી રહ્યા છીએ.’

તેમણે કહ્યું કે, ‘ધારાસભ્ય હાથ જાેડીને વોટ માગે છે. પરંતુ ઘણા બધા ધારાસભ્ય ત્રણ વખત જીત્યા, ચાર વખત જીત્યા, ૬ વખત જીત્યા, પરંતુ તે હારી ગયા. તેમને દર મહિને લાખો રૂપિયા પેન્શન મળે છે. કોઈને ૫ લાખ, કોઈને ૪ લાખ પેન્શન મળી રહ્યું છે. કેટલાક લોકો એવા પણ છે, જે પહેલા સાંસદ રહ્યા, પછી ધારાસભ્ય રહ્યા, તે બે પેન્શન લઈ રહ્યા છે. એવામાં પંજાબ સરકાર મોટો ર્નિણય લેવા જઈ રહી છે.’

તેમણે કહ્યું કે, ‘ભલે કોઈ ગમે તેટલી વખત જીતે, પરંતુ હવેથી માત્ર એક પેન્શન મળશે. જે કરોડો રૂપિયા બચશે, તેને લોકોની ભલાઈ માટે ખર્ચ કરાશે. એ જ રીતે ધારાસભ્યોની ફેમિલીના પેન્શનમાં પણ કાપ મૂકવાનો ર્નિણય કરવામાં આવી રહ્યો છે.’ તેમણે કહ્યું કે, ઘણા ધારાસભ્યોનું ફેમિલી પેન્શન પણ ઘણું વધારે છે, તેને પણ ઓછું કરવામાં આવશે.

‘આપ’ સરકારના આ ર્નિણયથી સૌથી મોટો ઝટકો કોંગ્રેસ અને અકાલી દળને લાગ્યો છે. પ્રકાશ સિંહ બાદલ, કેપ્ટન અમરિંદર સિંહ ઉપરાંત રાજિન્દર કૌલ ભટ્‌ઠલ સહિત અકલી દળ અને કોંગ્રેસના દિગ્ગજાે કે જેઓ ઘણી વખત ધારાસભ્ય રહેવાના કારણે લાખો રૂપિયાનું પેન્શન મેળવી રહ્યા હતા.

પંજાબમાં સૌથી વધુ પેન્શન ૫ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા પ્રકાશ સિંહ બાદલનું થાય છે. તેમને લગભગ ૫.૭૫ લાખ રૂપિયા પેન્શન મળતું હતું.
જાેકે, થોડા દિવસ પહેલા જ તેમણે પેન્શન લેવાનો ઈનકાર કરી દીધો હતો.

તે ઉપરાંત ૬ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી રોજિંદર કૌર ભટ્‌ઠલ, લાલ સિંહ, પૂર્વ મંત્રી સરવણ સિંહ ફિલ્લોરને ૩.૨૫ લાખ, ૫ વખત ધારાસભ્ય રહેલા બલવિંદર સિંહ ભૂંદડ અને સુખદેવ ઢીંઢસાને ૨.૨૫ લાખ રૂપિયા પેન્શન મળે છે. તેમને રાજ્યસભના સભ્ય તરીકે અલગથી પગાર, પેન્શન અને ભથ્થાં પણ મળે છે. આ વખતે કેપ્ટન અમરિંદર સિંહ પણ ચૂંટણી હાર્યા છે, તો તેમને પણ લાખોનું પેન્શન મળતું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.