Western Times News

Gujarati News

મોડી રાત્રે બહાર નીકળતા દરેકની પુછપરછનો પોલીસને અધિકાર

મુંબઈ, આપણે ત્યાં કેટલાક લોકોને મોડી રાત્રે અમસ્તા જ લટાર મારવાની રખડવાની આદત હોય છે. ઘણીવાર તમે અનુભવ્યું હશે કે જાેયું હશે કે મોડી રાત્રે ચા કે પાનના ગલ્લે કેટલાક લોકો માખીની જેમ ચોંટ્યા હોય છે અને પછી પોલીસ આવતાં જ દોડધામ મચી જાય છે. કેટલાક લોકો એવો પણ સવાલ કરે છે કે અમે તો બહાર નીકળીએ અને ખોટું કામ ન કરતા હોય તો પોલીસને શું વાંધો છે.

તો કોઈ વળી પોતાની વગના આધારે કહેતું હોય છે કે પોલીસ શું કામ મારી પૂછપરછ કરી શકે. જાેકે આવા તમામ લોકો માટે મહત્વના સમાચાર મહારાષ્ટ્રના મુંબઈમાંથી આવી રહ્યા છે જ્યાં બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં સ્પષ્ટ કરી દીધું છે કે મોડી રાત્રે બહાર નીકળતા દરેક લોકોની પૂછપરછ કરવાનો પોલીસનો અધિકાર છે અને તે આમ કરી શકે છે.

આ સાથે હાઈકોર્ટે અરજદાર દ્વારા એફઆરઆઈ રદ કરવા માટે કરેલી અરજીને ફગાવી દીધી હતી. મહત્વનું છે કે પોલીસ ફરિયાદ મુજબ અરજદાર કથિતરુપે ડ્રન્ક એન્ડ ડ્રાઈવ કરી રહેલા ગ્રુપ પૈકી એક વ્યક્તિ છે.

તેમના વિરુદ્ધ ૨ ફેબ્રુઆરી ૨૦૧૯ની રોજ મુંબઈ પોલીસના સબ ઇન્સ્પેક્ટર દ્વારા એફઆરઆઈ દાખલ કરવામાં આવી હતી. તેઓ આ દિવસે જ્યારે નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને મુંબઈમાંથી પસાર થતાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિલે પાર્લે નજીક મધરાતના ૧.૫૦ વાગ્યાના સુમારે નાકાબંધી કરીને પસાર થતા લોકોનું ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ એક કારમાં સવાર થઈને ત્યાંથી પસાર થયા હતા જાેકે તેમણે કાર રોકી નહોતી અને બેરિકેડ તોડીને આગળ નીકળી ગયા તા જેથી પોલીસે અંધેરી બ્રિજ સુધી તેમનો પીછો કરીને કારને અટકાવી હતી. પોલીસે નોંધ્યું કે ત્યાં બે કાર હતી.

જેમાં કુલ ૭ લોકો સવાર હતા. આ પૈકી ૨ મહિલાઓ હતી. પોલીસે કહ્યું કે પહેલી કારના ડ્રાઈવરે દારુ પીધો હતો અને બ્રેથએનાલાઈઝર ટેસ્ટ માટે ના પાડી રહ્યો હતો સાથે તેણે લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાેકે પોલીસે તેનો ટેસ્ટ કરતાં તે પોઝિટિવ મળી આવ્યો હતો એટલું જ નહીં તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહોતું.

જ્યારે પોલીસે તેમને રોક્યા તો ગ્રુપના લોકો પોતાના ફોનથી વીડિયો બનાવીને પોલીસની કામગીરીમાં દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમજ પેનલ્ટી રિસિપ્ટ પર સાઈન કરવાની પણ તેમણે ના પાડી દીધી હતી અને વિવાદ કર્યો હતો. જે બાદ પોલીસ તેમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે દુર્વ્યવહારનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો. એફઆરઆઈમાં આઈપીસીની કલમ ૩૫૩(સરકારી અધિકારીના કામમાં બાધારુપ બનવું, તેની સાથે મારામારી કરવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અરજીકર્તાના વકીલ રોહિણી વાઘે આરોપીનો પક્ષ રાખતા કોર્ટમાં કહ્યું કે તેમના ક્લાયન્ટ વિરુદ્ધ નોંધવામાં આવેલ ફરિયાદમાં ઉપયોગ કરવામાં આવેલ સેક્શન ખોટી રીતે ઉમેરવામાં આવ્યા છે. પહેલા તો તે બીજી કારમાં બેઠો હતો અને પહેલી કારમાં બેઠેલી મહિલાના ઉતર્યા પછી તેણે પોતાની સીટ બદલી હતી. તેમજ તેણે કોઈ દારુ પણ પીધો નહોતો. તેનો અત્યાર સુધી કોઈ ગુનાહીત ઈતિહાસ નથી અને તેને હમણાં જ નવી નવી નોકરી શરું કરી છે.

જાેકે કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા અને કેસને લગતી તમામ વિગતો ચકાસ્યા પછી કહ્યું કે એફઆરઆઈ અને સાક્ષીઓના નિવેદનો પરથી હુમલો કરવામાં આવ્યો હોવાનું અને અપરાધિક બળના ઉપયોગનું પ્રથમ દ્રષ્ટીએ દેખાઈ રહ્યું છે.

કોર્ટે કહ્યું કે ”આ તબક્કે તે મહત્વનું નથી કે શું અરજદાર અલગ કારમાં બેઠા હતા અને પ્રથમ કારમાં મહિલા સાથે બેઠકની આપ-લે કરી હતી. “એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ ઘટના બન્યા પછી પોલીસ સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.