Western Times News

Gujarati News

PNGના ભાવ વધતાં મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રી ઠપ્પ થઈ ગઈ

અમદાવાદ, પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં વધારો અને ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તાજેતરમાં ફોર્સ મેજરનો ઉપયોગ કરી સપ્લાય જથ્થાને ઘટાડવામાં આવતાં મોરબીમાં ઘણા ટાઇલ્સ અને સેનિટરીવેર બનાવતા એકમો, જેમણે ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો, આખરે પોતાના એકમો જ બંધ કરી દેવાની ફરજ પડી છે. કારણ કે હવે બિઝનેસ કરવો નફાકારક ન હોવાથી આમ કરવાની ફરજ પડી છે.

મોરબી સિરામિક એસોસિએશનના જણાવ્યા અનુસાર ગેસના ભાવમાં વધારા વચ્ચે લગભગ ૫૦ સિરામિક મેન્યુફેક્ચરિંગ યુનિટોએ ઉત્પાદન બંધ કરી દીધું છે.

ત્રંબક પટેલ કે જેમના સિરામિક ઉત્પાદન યુનિટની દૈનિક ક્ષમતા ૧૦,૦૦૦ સ્ક્વેર મીટરની છે, ગેસના વધતા ખર્ચને ગ્રાહકોના ખંભે નાખવા માટે અસમર્થ હોવાને કારણે બંધ કરી દીધું.

બિઝનેસ કરવો હવે સરળ નથી, કારણ કે ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. તો બીજી તરફ આટલી ઊંચી કિંમતે ઉત્પાદિત પ્રોડક્ટ માટે વધુ રુપિયા ચુકવવા ગ્રાહકો તૈયા નથી, જેના કારણે અમે નુકસાનનો સામનો કરી રહ્યા છીએ. આખરે મેં મારું યુનિટ બંધ કરી દીધું છે અને મશીનરી પણ વેચી દીધી છે.”

તાજેતરમાં ગુજરાત ગેસ જે મોરબીમાં સિરામિક એકમોને PNG સપ્લાય કરે છે, તેણે ફોર્સ મેજરનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે તેણે દૈનિક કોન્ટ્રાક્ટ જથ્થાના સપ્લાયને ૮૦% સુધી મર્યાદિત કરી દીધો છે. ૮૦% થ્રેશોલ્ડ કરતાં વધુ ગેસની જરૂર હોય તેવા એકમોને જીઝ્રસ્ દીઠ રૂ. ૧૨૦ ચૂકવવા પડશે, જે હાલ મળતા ગેસની કિંમત કરતાં બમણા રુપિયા છે. જેનાથી સંખ્યાબંધ ટાઇલ્સ ઉત્પાદકોને નુકસાન થયું છે.

મોરબીમાં અન્ય એક ટાઇલ્સ ઉત્પાદક સેરેનો સિરામિક્સે પણ ગેસના ભાવમાં વધારો અને તેના સપ્લાયમાં પ્રતિબંધને પગલે ઉત્પાદન બંધ કરી દીધું છે.

જાે બમણો ચાર્જ લાદવામાં આવે તો અમે ઉત્પાદન ખર્ચ સહન કરી શકીએ નહીં. જેના કારણે અમને અમારું ઉત્પાદન ઘટાડવાની ફરજ પાડે અને તેના પરિણામે અમારી ઉત્પાદન કિંમત અમારી વેચાણ કિંમત કરતાં વધી જશે. જેથી નુકસાન સહન કરવાનો કોઈ અર્થ નથી. તેથી, અમે અમારું ઉત્પાદન અસ્થાયી ધોરણે બંધ કર્યું છે.”

અન્ય ટાઇલ્સ ઉત્પાદક હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે, ”મોરબીમાં લગભગ ૧,૦૦૦ સિરામિક બનાવતા એકમો આવેલા છે. આનો અર્થ એ કે ઓછામાં ઓછા ૫% બંધ થઈ ગયા છે અને વધુ આવા પગલાં પર વિચાર કરી રહ્યા છે.

મોરબીમાં મોટાભાગના એકમોએ ગેસના ભાવ વધારાને કારણે ઉત્પાદન ઘટાડીને ૬૦% કર્યું છે. જાે આ ચાલુ રહેશે તો વધુ એકમોને મેન્યુફેક્ચરિંગ બંધ કરવાની ફરજ પડશે. ” તેમ મોરબી સિરામિક એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ કેજી કુંડારિયાએ જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.