Western Times News

Gujarati News

દિલ્હીની સરકારી શાળાઓમાં હોબી હબ ખોલવાની તૈયારીઓ

નવીદિલ્હી, દિલ્હીની સરકારી શાળાઓમાં ‘હોબી હબ’ ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત બાળકોના શોખને વિશેષ મહત્વ આપીને તેમને અભ્યાસની સાથે તેમની રુચિઓ પર કામ કરવાનો મોકો મળશે.

આ કાર્ય માટે શાળાઓમાં ‘હોબી હબ’ ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને નૃત્ય, સંગીત, થિયેટર, લલિત કળા, હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં તેમની રુચિ અનુસાર તાલીમ આપવામાં આવશે. આ માટે દિલ્હી સરકાર સંબંધિત વિસ્તારોની ખાનગી સંસ્થાઓને પણ સાથે જાેડશે.

ખાનગી સંસ્થાઓને શાળાઓના આ ‘હોબી હબ’ સાથે જાેડવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. દિલ્હીમાં સરકારી શાળાઓના ‘હોબી હબ્સ’ માટે અરજી કરવા માગતી કોઈપણ સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકે છે. આ ખાનગી સંસ્થાઓ નૃત્ય, થિયેટર, સંગીત, કળા, તકનીકી, સાહિત્યિક કૌશલ્ય વગેરે જેવા કોઈપણ ક્ષેત્રની હોઈ શકે છે.

એકવાર ખાનગી સંસ્થાઓની પસંદગી થઈ જાય પછી, શાળાઓ માટેની પ્રવૃત્તિઓ શિક્ષણ નિયામક દ્વારા નક્કી કરવામાં આવશે. જે ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ શાળામાં રસ દાખવે છે તે જ તે શાળા માટે પસંદ કરવામાં આવશે.

શાળાઓએ તેમના વિદ્યાર્થીઓ માટે ૦૮ એપ્રિલ સુધીમાં પ્રવૃત્તિઓ પસંદ કરવાની રહેશે. આ માટે, તેઓએ શિક્ષણ નિયામક દ્વારા જારી કરાયેલ લિંકની મુલાકાત લઈને શાળા આઇડી દ્વારા લોગિન કરવાનું રહેશે. અહીં તેઓ પ્રવૃત્તિઓ પસંદ કરશે અને આ કાર્ય છેલ્લી તારીખ પહેલા પૂર્ણ કરવાનું રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.