Western Times News

Gujarati News

ખંભાત અને હિંમતનગરમાં શોભાયાત્રા પર પથ્થરમારો થતાં તંગદિલી

અમદાવાદ, રાજયભરમાં રામનવમીની ધામધૂમથી ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન સારબકાંઠાના હિંમતનગરમાં રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા ઉપર કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કરતા સંમગ્ર વિસ્તારમાં તંગ દિલી ફેલાઈ હતી. દરમિયાન બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો.

જેથી સ્થળ પર દોડી ગયેલી પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પથ્થરમારામાં એસ.પીને ઈજા થઈ હતી. આ ઉપરાંત આણંદના સંવેદનશીલ મનાતા ખંભાતમાં શોભાયાત્રા ઉપર તોફાનીઓએ પથ્થમારો કર્યો હતો. તેમજ આગચંપીનો બનાવ પણ બન્યો હતો.

તોફાનીઓએ સાતેક જેટલી દુકાનોને આગચાંપી હતી.પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.તેમજ બંને નગરોમાં ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ બંને નગરોમાં અજંપાભરી શાંતિ હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર હિંમતનગરના છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથવચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના ૫ સેલ છોડ્યા હતા. ટોળાએ બે વાહનોને આગ પણ ચાંપી હતી.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓસહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં હતા. પોલીસે ટીયર ગેસના ૫ શેલ પણ છોડ્યા હતા. દરમિયાન બંને જૂથ વચ્ચે પથ્થરમારામાં પોલીસના વાહનોમાં પણ તોડફોડની ઘટના બની હતી.

હિંમતનગરમાં પથ્થરમારા અને વાહનોમાં આગચંપીના બનાવમાં પોલીસે ૧૫થી વધુ અસામાજીક તત્વો અને તોફાનીઓની ઘરપકડ કરી છે. પોલીસે શોભાયાત્રાના ઘર્ષણ બાદ સ્થિતિને કાબૂમાં મેળવી લીધી છે અને કોમ્બિંગની કામગીરી શરૂ કર્યું હતું. આ ઉપરાંત ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દરમિયાન આણંદના ખંભાતમાં પણ શોભાયાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું. શહેરના મુખ્ય બજારમાં દુકાનોમાં આગ ચાંપી બનાવ બન્યો હતો. ખંભાતમાં ટાવર બજાર ખાતે તોફાની ટોળાએ લગભગ ૭થી ૮ દુકાનોમાં આગ લગાવી હતી. ખંભાતમાં પરિસ્થિતિ કાબુ બહાર જતા ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.

ખંભાતમાં સુરક્ષાદળોની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી છે. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે ટીયરગેસના શેલ પણ છોડ્યાં હતા. પોલીસ દ્વારા ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તોફાનીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.

પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આણંદના ખંભાત અને હિંમતનગરના બનાવને પગલે પોલીસે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી. બીજી તરફ બંને શહેરોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તોફાની તત્વોએ હિંમતનગર અને ખંભાતમાં શાંતિ ડોહળવાનો પ્રયાસ કરતા તંત્ર પણ એલર્ટ બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.