Western Times News

Gujarati News

૨૨ વર્ષની ગુજરાતી યુવતીએ USAમાં ફ્રોડ કર્યું: અમેરિકાના ૨૫૦ લોકોને ફસાયા

ગ્વાલિયર, મધ્ય પ્રદેશની ગ્વાલિયર ક્રાઇમ બ્રાન્ચે લોન અપાવવાના નામે ઠગાઇ કરનાર ઇન્ટરનેશનલ ગેંગને પકડી છે. પોલીસે બહોડાપુરના આંનદનગરથી નકલી કોલ સેન્ટર ચલાવી રહેલી ૨૨ વર્ષની યુવતી સહિત ૭ લોકોની ધરપકડ કરી છે. ગેંગની સૌથી મહત્વની સદસ્ય મોનિકા ઝૂમ એપ દ્વારા અમેરિકાના લોકોને વીડિયો કોલ કરતી હતી અને લોકો તેના જાળમાં ફસાઇને રૂપિયા લુટાવી દેતા હતા.

જાણકારી પ્રમાણે મોનિકા પોતાને લેડિંગ ક્લબ અમેરિકન કંપનીની એજન્ટ બતાવતી હતી અને પછી લોન ઓફર કરતી હતી. લોનમાં મોટી રકમ ફાઇનાન્સ કર્યા પછી તે પોતાનું કમિશન ઇન્ટરનેશનલ ગિફ્ટ વાઉચરના રુપમાં લેતી હતી. વાઉચરને ગેંગના માસ્ટર માઇન્ડ શોપિંગમાં કેશ કરાવી લેતા હતા.

ક્રાઇમ બ્રાન્ચને આ નકલી કોલ સેન્ટરમાંથી એક ડઝનથી વધારે લેપટોપ, મોબાઇલ સહિત અન્ય સામાન મળ્યો છે. ગેંગના સભ્યોએ પોલીસને જણાવ્યું કે આ લોકો અત્યાર સુધીમાં ૨૫૦થી વધારે અમેરિકન લોકોની ઠગાઇ કરી ચૂક્યા છે.

ક્રાઇમ બ્રાન્ચે બહોડાપુરના આનંદ નગરમાં એક મકાનમાં રેઇડ કરી હતી. જ્યાં નકલી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી ૬ યુવક અને ૧ યુવતીની ધરપકડ કરી છે.

જ્યાંથી લેપટોપ, મોબાઇલ, રજિસ્ટર અને અન્ય સામાન જપ્ત કર્યો છે. પૂછપરછમાં ખુલાસો થયો કે આ ઇન્ટરનેશન ફ્રોડ કોલ સેન્ટર છે. અમદાવાદમાં બેસીને માસ્ટર માઇન્ડ પોતાના સહાયક સાથે કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો.

કોલ સેન્ટરમાં પકડાયેલો લોકોમાં આગ્રા નિવાસી આશિષ કૈન, આકાશ કુશવાહા, કુનાલ સિંહ, તરુણ કુમાર, અમદાવાદના રોહિત શર્મા, સાગર અને મોનિકા સામેલ છે. મોનિકો પોતાની મીઠી-મીઠી વાતોથી ફસાવવાનું કામ કરતી હતી. બધા લોકો અંગ્રેજીમાં એક્સપર્ટ છે. તેમને અમેરિકન એક્સેંટની જાણકારી હતી. જેથી અમેરિકન ગ્રાહક આસાનાથી તેમની જાળમાં ફસાઇ જતા હતા.

કોલ સેન્ટરના સંચાલક આ લોકોને વિદેશી લોકોના મોબાઇલ નંબર ઉપલબ્ધ કરાવતા હતા. ગેંગના લોકો ઝોમ એપ સોફ્ટવેર દ્વારા પોતાને લેંડિંગ ક્લબ અમેરિકન કંપનીના એજન્ટ બતાવીને તે લોકો સાથે વાત કરતા હતા.

મોનિકા વીડિયો કોલ દ્વારા અમેરિકાના લોકોને પોતાની વાતોથી જાળમાં ફસાવતી હતી. વિદેશી તેમની વાતમાં આવીને પોતાનો સિક્યોરિટી નંબર અને બેંકની જાણકારી આપી દેતા હતા.

જાણકારી વેરિફાઇ કરવાના નામ પર તેમની પાસે કમિશનના રુપમાં ઇન્ટરનેશનલ ગિફ્ટ વાઉચર જેવા ગુગલ પ્લે કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ, વેસ્ટ બાઇ, એપલ, બનીલા વીઝા લેતા હતા. વિદેશીઓ પાસે મળેલા ગિફ્ટ વાઉચરને ગેંગના માસ્ટર માઇન્ટ શોપિંગ દ્વારા કેશ કરી લેતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.