Western Times News

Gujarati News

ઝઘડિયા: ધારોલી ગામે માંને તારી સાથે કેમ રાખે છે તેમ કહી મોટાભાઈએ નાનાભાઈ પર હુમલો કર્યો

મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું કે તારે માં ની જમીન જોઈએ છે એટલા માટે તું તેને સાથે રાખે છે તેની રીસ રાખી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રહેતા મનુભાઈ માધીયાભાઈ વસાવા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.મનુભાઈની પત્ની આઠ માસ અગાઉ મૃત્યુ પામી હતી જેથી મનુભાઈ તેમની માતા કાશીબેન સાથે રહે છે. ગતરોજ મનુભાઈ રાત્રે તેમના ઘરના આંગણામાં સુતા હતા.

ત્યારે તેમના મોટા ભાઈ બુધીયાભાઈ તથા તેનો દીકરો કિરણ મનુભાઈ પાસે આવી માં બેન સમાણી ગાળો બોલી કહેવા લાગેલા કે તું મારી માં કાશીબેન ને તારી સાથે શું કામ રાખે છે? અને તારે એની જમીન જોઈએ છે તે માટે તારી સાથે માતાને રાખે છે,તેમ કહેતા મનુભાઈએ જણાવેલ કે આપણી માં જેની સાથે રહેવા માંગે ત્યાં રહે એમાં હું શું કરું? એમ કહેતા મનુભાઈ ના ભત્રીજા કિરણે તેને ખાટલામાં પકડી રાખ્યો હતો અને તેના મોટાભાઈ બુધિયાભાઈએ મનુભાઈને લાકડીના સપાટા મારી દીધા હતા, જેથી મનુભાઈ બૂમાબૂમ કરતા બુધીયાભાઈ તથા કિરણભાઈ ત્યાંથી જતા રહ્યા હતા અને જતા જતા રહેતા હતા કે તને જ ડોશી ની જમીન જોઈએ છે અને હવે જો તું આ ડોસીની જમીન માંગશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આ દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા તેમણે તેમની દીકરી ને ફોન કરી ૧૦૮ બોલાવી હતી અને વાલીયા સીએચસી ખાતે લઈ ગયા હતા.

મનુભાઈને વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.ઘટના બાબતે મનુભાઈ માધીયભાઇ વસાવાએ તેમના સગાભાઈ અને ભત્રીજા (૧) બુધીયાભાઈ માધીયાભાઈ વસાવા (૨) કિરણભાઈ બુધીયા ભાઈ વસાવા રહે. ધારોલી વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.