Western Times News

Gujarati News

હોન્ડા મોટરસાયકલ ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી સાથે EV મોડલની રેન્જ લોન્ચ કરવાની યોજના

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ ભારત માટે એની ભવિષ્યની કામગીરીની રૂપરેખા જાહેર કરી -ગ્લોબલ રિસોર્સ ફેક્ટરી (માનેસર) HMSI માટે નિકાસ કેન્દ્ર બનશે

ગુરુગ્રામ, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ આજે ભવિષ્યલક્ષી અને વૈકલ્પિક પરિવહન માટે વ્યવસાયિક પરિવર્તન તરફ એની પ્રગતિકારક યોજનાની રૂપરેખા જાહેર કરી હતી. સાથે સાથે કંપનીનો ઉદ્દેશ એના માનેસર (હરિયાણા) પ્લાન્ટને ‘મેકિંગ ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ ’ (દુનિયા માટે ભારતમાં નિર્માણ) માટે ગ્લોબલ રિસોર્સ ફેક્ટરી તરીકે વધારે મજબૂત કરવાનો છે.

ઉપરાંત નિકાસ કામગીરી વધારવા એચએમએસઆઈએ ઇંધણદક્ષ ઉત્પાદનોના વિકાસની કામગીરી ઝડપથી આગળ વધારી છે. આ યોજનાના ભાગરૂપે કંપનીએ એના ઉત્પાદન પોર્ટફોલિયોમાં ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજીના તબક્કાવાર અમલીકરણ અને સંકલનની યોજના બનાવી છે.

એન્ટ્રી લેવલ મોટરસાયકલ કેટેગરી ભારતમાં કુલ 2વ્હીલર્સના વેચાણમાં નોંધફાત્ર હિસ્સો ધરાવવાનું ચાલુ રાખશે. આ તકનો લાભ લઈને લોકોને સેવા આપવા એચએમએસઆઈ કમ્યુટર સેગમેન્ટમાં નવા લૉ-એન્ડ મોટરસાયકલ પ્રસ્તુત કરશે.

આ પ્રસંગે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “મજબૂત સ્વદેશી સપોર્ટ સાથે હોન્ડાની વૈશ્વિક કુશળતાનો સમન્વય થવાથી એચએમએસઆઈ ભારતમાં એની કામગીરીનું વધારે વિસ્તરણ કરશે.

ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજીના તબક્કાવાર અમલીકરણ અને ભવિષ્યમાં વિવિધ ઇવી મોડલ પ્રસ્તુત કરવાથી આગળ જતાં સફરને લાભદાયક અને રોમાંચક બનાવશે. જ્યારે એચએમએસઆઈએ લૉ-એન્ડ મોટરસાયકલ સેગમેન્ટમાં પ્રવેશ કરવાની પણ યોજના બનાવી છે, ત્યારે સ્થાનિક બજારોમાં એના નવા વિવિધ રોમાંચક મોડલને વેગ મળશે. સાથે સાથે વિદેશમાં એની પાંખો ફેલાવીને એચએમએસઆઈનો ઉદ્દેશ એના આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધારાધોરણોના સર્વોચ્ચ સ્તર સાથે વધારે વિકસિત દેશોને સેવા આપવાનો છે.”

એચએમએસઆઈની ભવિષ્યની રૂપરેખા વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “ગ્રાહકો સાથે વિશ્વસનિય સંબંધ ઊભો કરતા અને 20 વર્ષથી વધારે સમયગાળામાં ઊભા થયેલા સમુદાયથી એચએમએસઆઈએ અત્યારે 5 કરોડથી વધારે ભારતીય પરિવારોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે.

સપ્લાય ચેઇનની સમસ્યા જળવાઈ રહી છે તથા કોમોડિટી અને ઇંધણની કિંમતોમાં વધારાના પડકારોનો સામનો ઉદ્યોગ કરી રહ્યો છે તેમ છતાં આગળ જતાં અમને ગયા નાણાકીય વર્ષના નીચા આધાર પર બજારમાં સતત સુધારો થવાની ધારણા છે.”

દુનિયા માટે વૃદ્ધિના એન્જિનો વિકસાવવા યુરોપ અને જાપાન સહિત દુનિયાના 40 દેશોમાં ખુશીઓ લાવતા એચએમએસઆઈના ઉત્પાદનોની દુનિયાભરમાં માગ છે અને પ્રશંસા થઈ રહી છે. એટલે વિકસિત બજારોમાં કામગીરી વધારવા એચએમએસઆઈનો ઉદ્દેશ એની શ્રેષ્ઠ ઉત્પાદન ટેકનોલોજીઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્પાદનો પૂરાં પાડીને નિકાસની કામગીરી વધારવાનો છે.

લૉ-એન્ડ ગ્રાહક સેગમેન્ટમાં ખુશીઓ લાવવી
એન્ટ્રી-લેવલના ટૂ-વ્હીલર સેગમેન્ટમાં એની કામગીરીનું વિસ્તરણ કરીને એચએમએસઆઈની યોજના ઓછી કિંમતના મોટરસાયકલ પ્રસ્તુત કરવાની છે. નવી ઓફર એના ગ્રાહકો માટે સલામત અને વિશ્વસનિય રોજિંદા અવરજવરની સુવિધા આપશે.

ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક મોબિલિટી
દુનિયામાં ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીમાં દાયકાથી વધારેની કુશળતા અને બ્રાઝિલમાં 7 મિલિયનથી વધારે સંતુષ્ટ ગ્રાહકો સાથે એચએમએસઆઈ ભારતમાં ટૂ-વ્હીલર બજાર માટે સરળ ફ્લેક્સ ફ્યુઅલ પરિવર્તન લાવવા સજ્જ છે.
જ્યારે એચએમએસઆઈ આગામી વર્ષોમાં વિવિધ ઇવી મોડલ પ્રસ્તુત કરવાની યોજના ધરાવે છે, ત્યારે દેશમાં હોન્ડાની અન્ય પેટાકંપનીઓ પાસેથી સપોર્ટ મેળવશે. અત્યારે કંપની એની ઇવી મોડલની રેન્જ માટે શક્યતાદર્શી અભ્યાસના તબક્કામાં છે અને ભારતમાં સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે.

સલામતી – ભવિષ્યમાં એચએમએસઆઈની વૃદ્ધિનો પાયો
હોન્ડા વર્ષ 2050 સુધીમાં હોન્ડા મોટરસાયકલ અને ઓટોમોબાઇલ્સને સાંકળતી ઝીરો ટ્રાફિક અથડામણ માટે આતુર છે. આંતરરાષ્ટ્રીય વિઝન સાથે એચએમએસઆઈ એના સલામતીના લક્ષ્યાંકોની કામગીરી વધારી રહી છે, જેમાં જાગૃતિ અને સવારને તાલીમ આપવાની પહેલો સામેલ છે. સલામત સવારીના પ્રોત્સાહન માટે તાલીમબદ્ધ મેનપાવર સાથે સલામત અને વધારે વિશ્વસનિય ટૂ-વ્હીલર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ બનશે.

એચએમએસઆઈનો પરિવર્તનકારક માનેસર પ્લાન્ટ – ગ્લોબલ રિસોર્સ ફેક્ટરી
ભવિષ્ય માટે સજ્જ કંપની તરીકે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા ઝડપથી માનેસરમાં અમારી મૂળ ફેક્ટરીના 360-ડિગ્રી અદ્યતન ટર્નએરાઉન્ડ સાથે નવા નિયમનો ઝડપથી અપનાવી રહી છે. અત્યારે એચએમએસઆઈમાં તમામ કોર્પોરેટ કામગીરીઓ એકછત હેઠળ અને એક લોકેશન પર થાય છે, જે તમામ ટીમો અને વર્ટિકલ્સમાં સહિયારી કાર્યદક્ષતાને આગળ વધારે છે. ઉત્પાદકતા ઉપરાંત રોજિંદી કામગીરીઓમાં વિવિધ નવી ડિજિટલ પહેલો એચએમએસઆઈના તમામ એસોસિએટ્સના જીવન-કાર્ય વચ્ચે સંતુલન વધારશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.