Western Times News

Gujarati News

કબીર સિંહના પ્રશંસકે એક તરફી પ્રેમમાં બે હત્યા કરી આપઘાત કરી લીધો

લખનૌ, બોલીવૂડમાં અનેક ફિલ્મો બને છે પણ કેટલીક ફિલ્મો એવી હોય છે કે કોઇને કોઇ કારણે વિવાદમાં પડી જાય છે. આવી જ એક ફિલ્મ છે શાહિદ કપૂરની કબીર સિંહ આ ફિલ્મની રિલીઝ પછી જ્યાં કેટલાક લોકોએ કબીર સિંહના વર્તાવ મામલે આપત્તિ જતાવી તો કેટલાક લોકો તેના ફેન પણ બની ગયા. આવો જ એક ફેન હતો જાની દાદા. ટિક ટાક પર કબીર બની નામના મેળવનાર વ્યક્તિ હત્યારો નીકળ્યો!

ઉત્તર પ્રદેશના બિજનૌરના રહેવાસી અશ્વિની કુમાર ટિક ટોક સ્ટાર છે. તેને ટિક ટોક વિલન અને જાની દાદા નામે ઓળખવામાં આવતો હતો. અશ્વિનીને ફિલ્મ કબીર સિંહના લીડ કેરેક્ટરથી ખૂબ જ પ્રભાવિત હતો. તેના વીડિયોમાં તે અનેક વાર કબીરના ડાયલોગ્સ અને મિમિક્રી કરતો નજરે પડતો. આ વ્યક્તિ પર એક ફ્‌લાઇટ અટેન્ડન્ટ નિકિતા શર્મા નામની યુવતીની હત્યાનો આરોપ છે.

અશ્વિની કુમાર આ યુવતીને પસંદ કરતો હતો. અને આ પ્રેમ એકતરફી હતો. આ યુવતીના લગ્ન ડિસેમ્બર મહિનામાં થવાના હતા.”જો મેરા નહીં હો સકતા ઉસે કિસી ઔર કે હોને કા મૌકા નહીં દૂંગા…” અશ્વિની કુમારે કબીર સિંહના આ ડાયલાગને બોલતો વીડિયો શેર કર્યો હતો. અને આ વીડિયો ટિક ટાક પર ખૂબ જ વાયરલ પણ થયો હતો. ત્યારે નિકિતા શર્માના લગ્નની વાત સાંભળી અશ્વિની એટલો વિચલિત થઇ ગયો હતો કે તેણે યુવતીની હત્યા કરી નાંખી અને પછી ફરાર થઇ ગયો.

જો કે પોલીસે તેને શોધી પાડ્‌યો અને જ્યારે સરેન્ડરની વાત આવી તો અશ્વની ઉર્ફ જાની દાદાએ લમણે ગોળી મારી આત્મહત્યા કરી દીધી. ૩૦ સપ્ટેમ્બરના રોજ તેણે એક તરફી પ્રેમના કારણે યુવતીને ગોળી મારી હતી.  નિકિતાથી ૧૦ વર્ષ પહેલા અશ્વનીએ પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. અને નિકિતાએ આ વાતને ત્યારે જ ઠુકરાવી દીધી હતી. જો કે નિકિતા એકલી નહતી જેને અશ્વનીએ મોતને ઘાટ ઉતારી હોય. આ પહેલા અશ્વની તેના પડોશી ભાઇ સાથે નાની વાતે વિવાદ થતા તેની ગોળી મારી હત્યા કરી હતી.

આ મામલે કબીરના ડાયરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે “હું યુવતી અને તેના પરિવાર વિષે વિચારીને અત્યંત દુખી છું. એક નિર્દેશક તરીકે હું માનું છું કે ફિલ્મ બનાવતી વખતે આવી સંવેદનશીલ વાતોનું ધ્યાન રાખવું જોઇએ ! તેમણે કહ્યું કે મારી કોઇ પણ ફિલ્મમાં આવું નથી કહેવામાં આવ્યું. તે ભલે અર્જૂન રેડ્ડી હોય કે કબીર સિંહ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.