Western Times News

Gujarati News

આવતા બે-ત્રણ વર્ષમાં અમેરિકામાં ભયંકર મંદીની શક્યતા જોતાં અર્થશાસ્ત્રીઓ!

બ્લુમ્બર્ગ દ્વારા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હાથ ધરાયેલા સર્વેમાં ર૭.પ૦ ટકા અર્થશાસ્ત્રીઓએ મંદીની શકયતા વ્યકત કરી

ન્યુયોર્ક, અમેરીકાને મંદીમાં ધકેલ્યા વગર ફુગાવાને ઠંડો પાડવા નાણાં નીતિને પુરતી માત્રામાં સખત કરવાની કવાયત ફેડરલ રીઝર્વ માટે મુશ્કેલભરી બની રહેશે તેમ અત્યાર સુધીનો ઈતિહાસ સુચવે છે. એમ જણાવી ગોલ્ડમેન સાચશે આગામી બે વર્ષમાં અમેરીકામાં મંદીની ૩પ ટકા શકયતા હોવાનું જણાવાયું છે.

ફેડરલ રિઝર્વનો મુખ્ય પડકાર રોજગાર તથા કર્મચારીઓ વચ્ચેનું અંતર ઘટાડવાનો તથા વેતન વૃદ્ધિ પોતાના બે ટકાના ફુગાવાના ટાર્ગેટ સાથે સુસંગત રહે તે રીતે મંદ પાડવાને લગતો છે. આની સાથોસાથ બેરોજગારીમાં જાેરદાર વધારો કર્યા વગર જાેબ ઓપનીંગ્સમાં ઘટાડો થાય તે રીતે નાણાં સ્થિતીને તુગ બનાવવાની પણ તેણે કવાયત કરવાની રહે છે. એમ ગોલ્ડમેનની એક રીસર્ચ નોટમાં જણાવાયું છે.

નીચા વ્યાજ દરના ધિરાણ ચાલુ રાખવાનું મુશકેલ બની શકે છે. કારણ કે અમેરીકામાં અત્યાર સુધીના ઈતિહાસમાં રોજગાર તથા કર્મચારીઓ વચ્ચેનું અંતર મંદીના કાળમાં જ ઘટયું છે. કોરોના બાદ રોજગાર પુરવઠા અને ડયુરેબલ માલસામાનની કિંમતોમાં ફરી સામાન્ય સ્થિતી ફેડરેલને ટેકારૂપ થશે માટે મંદી અનિવાર્ય નથી.

નીચા વ્યાજ દર સાથેના ધિરાણમાં જેઓ આગળ વધ્યા હતા તે દસ વિકસીત દેશોના જુથમાંના અનેક દેશો આના ઉદાહરણો છે.બીજા વિશ્વ યુદ્ધ અમેરીકામાં તંગ નાણાં નીતીની ૧૪ સાઈકલ્સમાંથી અગીયાર સાઈકલ્સમાંથી બે વર્ષની અંદર મંદી જાેવા મળી હતી.

પરંતુ આમાંની આઠને ફેન્ડરલની તંગ નીતી સાથે આંશિક જ સંબંધ હતો. ગોલ્ડમેનના એનાલીસ્ટે આગામી ૧ર મહીનામાં મંદીની શકયતા ૧પ ટકા જ વ્યકત કરી છે.

બ્લુમ્બર્ગ દ્વારા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હાથ ધરાયેલા સર્વેમાં ર૭.પ૦ ટકા અર્થશાસ્ત્રીઓએ મંદીની શકયતા વ્યકત કરી હતી જે એક મહીના અગાઉ વીસ ટકા લોકોએ વ્યકત કરી હતી. વર્ષના અંતીમ ત્રણ મહીનામાં ફુગાવો વધીને સરેરાશ પ.૭૦ ટકા રહેવા તેમણે અપેક્ષા વ્યકત કરી છે. જે અગાઉ ૪.પ૦ ટકા વ્યકત કરાતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.