Western Times News

Gujarati News

ચીની નાગરિકો હવે ટુરિસ્ટ વિઝા પર ભારત નહીં આવી શકે

નવી દિલ્હી, કોરોનાના કારણે ચીન અહીં અન્ય મેડિકલ કોર્સનો અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓના ટુરિસ્ટ વિઝા રિન્યૂ નથી કરી રહ્યું. જેના  કારણે 22000 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટવાયું છે.

ચીની આ નીતિનો વિરોધ કરતાં ભારતે પણ હવેચીની નાગરિકોને ભારત દ્વારા આપવામાં આવેલા પ્રવાસી વિઝાને સસ્પેન્ડ કર્યા છે. અને ચીનને સણસણતો કડક સંદેશ આપ્યો છે. ચીનના નાગરિકો હવે Tourist Visa પર ભારત આવી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે ભારતનું આ પગલું ચીનના હઠાગ્રહના જવાબમાં લેવામાં આવ્યું છે જ્યાં ચીન ભારતના 22 હજાર વિદ્યાર્થીઓને ચીનમાં પ્રવેશવા દેતું નથી.

નવી દિલ્હીએ બેઇજિંગને ઘણી વખત વિનંતી કરી છે કે તેઓ આ વિદ્યાર્થીનીઓની માંગણીઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરે. 17 માર્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ચીનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી જોખમમાં છે.

અરિંદમ બાગચીએ કહ્યું કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 8 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે ચીન આ મામલાની તપાસ કરી રહ્યું છે, વિદેશી વિદ્યાર્થીઓને ચીન પરત ફરવાની મંજૂરી આપવાની સિસ્ટમની તપાસ કરવામાં આવી રહી છે.

વિદેશ મંત્રાલયે ચીનના વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. ત્યારે અરિંદમ બાગચીએ કહ્યું, “પરંતુ હું એ સ્પષ્ટ કરી દઉં કે આજ સુધી ચીની પક્ષે ભારતીય વિદ્યાર્થીઓના પરત આવવા અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. અમે અમારા વિદ્યાર્થીઓના હિતમાં સાનુકૂળ વલણ અપનાવવા માટે ચીની પક્ષને વિનંતી કરવાનું ચાલુ રાખીશું જેથી તેઓને શક્ય તેટલી વહેલી તકે પાછા ફરવાની મંજૂરી મળે જેથી અમારા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.