Western Times News

Gujarati News

ભાજપ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું કાવતરું કરી રહ્યું છેઃ પવાર

મુંબઇ, મહારાષ્ટ્રના રાજકારણમાં સતત હલચલ જાેવા મળી રહી છે. હવે હનુમાન ચાલીસાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ ઠાકરે બાદ અપક્ષ વિધાનસભ્ય નવનીત રાણાએ મામલો ગરમાવવાનું કામ કર્યું, જેના પછી રાજકીય ગરમાવો શરૂ થયો. હવે એનસીપી ચીફ શરદ પવારે આ મામલે જવાબ આપ્યો છે.

મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એનસીપી પ્રમુખ શરદ પવારે ભાજપના નેતાઓના નિવેદનનો ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી રહ્યું છે. પવારે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ધમકી હંમેશા આપવામાં આવે છે. પરંતુ આમાંથી કશું બહાર આવતું નથી. જાે વધુ ચૂંટણીની સ્થિતિ સર્જાશે તો તાજેતરમાં યોજાયેલી કોલ્હાપુર પેટાચૂંટણી જેવા પરિણામો જાેવા મળશે.

શરદ પવારે વધુમાં કહ્યું કે, સત્તા આવે છે અને જાય છે કોઈપણ રીતે પરેશાન થવાની જરૂર નથી. કેટલાક લોકો બેચેન થઈ રહ્યા છે, હું તેમને ખોટો નથી કહી રહ્યો કારણ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણી વખતે એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમે ફરીથી સત્તામાં આવી રહ્યા છીએ, પરંતુ એવું થયું નહીં. તેથી જ હવે આ લોકો વ્યાકુળ છે.

જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાત કહી હતી. ત્યારપછી મામલો વધુ ગરમાયો છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે આરોપ લગાવ્યો કે આ ભાજપની ષડયંત્ર છે અને તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું કાવતરું કરી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.