Western Times News

Gujarati News

જલ સે નલ તક યોજનાના કામમાં ગોબાચારી

૫ વર્ષ પૂર્ણ થવા છતાં પણ કકમ પૂર્ણ નહિ થતા અંધેર વહીવટનો નમુનો.

(વિરલ રાણા) ભરૂચ,સરકારે વિકાસ ના કામો ઝડપી કરવા ઓનલાઈન ટેન્ડરીંગ પધ્ધતિ શરૂ કરી હોવા છતા નેત્રંગ તાલુકાની મુખ્ય ગ્રામ પંચાયત ખાતે ૫ વર્ષ અને ૩ માસ પુરા થયા હોવા છતા
જલ સે નલ તક યોજના પૂર્ણ નથી થઈ.માર્ચ ૨૦૨૨ મા નકરી ગોબાચારી કરી વેઠ ઉતારી પાઈપલાઈનને નળ ફીટકવાની કામગીરી શરૂ કરી છે.

નેત્રંગ તાલુકા મથક ખાતે આવેલ મુખ્ય ગ્રામપંચાયત મા જ ૨૦૧૭-૧૮ ના વર્ષ ની નગર માટે ની જલ સે નલ તક યોજનાને પ વર્ષ અને ૩ માસ નો સમય ગાળો પૂર્ણ થયો હોવા છતા વિકાસના કામો ઝડપી કરાવવા માંગતી સરકારના રાજ મા અંધેર વહીવટનો નમુનો તાલુકા મથક ખાતે જ જોવા મળતો હોય.તો પછાત અને ઉડાણના ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારના  વિકાસના નામની પરિસ્થિતિ શુ હશે તે તપાસનો વિષય છે.

રાજય તેમજ કેન્દ્ર સરકાર થકી પ્રજા ની સુખાકારી ને લઇ ને અનેક પ્રકાર ની કલ્યાણ કારી યોજનાઓ અમલ મુકી છે.આ યોજનાઓનો મુળ ધ્યેય સિદ્ધ થાય તે માટે સરકાર દ્રારા જન ભાગીદારી સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સાથે રાખી કામગીરી કરાવવાની નેમ રાખતી હોય છે.પરંતુ સરકારી તમામ યોજનાઓ માંથી સરકારી કામોમા ગોબાચારી બેફામ કરી મલાઈ એકઠી કરવામા માહીર બની ગયેલા અધિકારીઓ,પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગત ને લઈને જેતે ખાતાના કામો આ ત્રણની જોડી જ કરતી હોય છે.

યોજનાઓ મા જન ભાગીદારી થી લઈ તેની સમિતિની રચના પણ દેખાડા પુરતી કરી દેવામા આવે છે.જેનો નમુનો જોવા મળ્યો છે. નેત્રંગ તાલુકા મથકે આવેલ અને તાલુકાની પ્રથમ નંબર ની ગ્રામ પંચાયત નેત્રંગ ની પ્રજા નો પીવાના પાણીના પ્રશ્રન હાલ કરવા માટે રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના એક પેટા વિભાગ થકી નેત્રંગ ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ ની રચના તા.૩૧-૦૧-૨૦૧૭ મા કરવામા આવી.

આ સમિતિમા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી,પંચાયતના ચાર સભ્યો સહિત ગામના અન્ય ચાર વ્યકિતઓની સરકારની ગાઈડલાઈન મુજબ સમિતિ બનાવવામા આવી.આ સમિતિની રચના મા દર્શાવેલા સભ્યો ને સરકાર ની યોજના ની જે સમિતિ બની છે. તેમા તેઓનો સમાવેશ થી લઇ યોજના ની કામગીરી શુ છે. તેનાથી બિલકુલ અજાણ હોય છે.

લગ્રામ્ય અને સ્વચ્છતા સમિતિ ની રચના કરીને નેત્રંગ નગર મા રૂપિયા ૩૨,૫૦,૭૪૧ જલ સે નલ તક યોજના વર્ષ ૨૦૧૭-૧૮ મા અમલમા મુકવામા આવી.જેમા દર્શાવવામા આવેલ કામગીરી મુજબ રાઈઝીંગ મેઈન ૯૦ મી.મી ની ૧૯૮ મી પીવીસીપાઈપ,પંપીંગ મશીનરી ૫.૫૦ એચ.પી સંપ માટે લાલમંટોડી ફળીયા ખાતે ૧ નંગ, રીપેરીંગ સંપ લાલમંટોડી ફળીયા ૫૦. ૦૦૦ લી. વિતરણ પાઈપલાઈન ૬૩\૯૦\૧૧૦ મી.મી ની ૩૫૩૬\૧૭૧૭ ૧૨૧૨મી પીવીસીપાઈપ, નળ કનેક્શન ૯૧૫ નંગ નવા ૮૦૦ જોઇનડીંગ કનેક્શન આમ ઉપરોક્ત કામગીરી બાબતે ટેન્ડરીંગ બહાર પાડવામા આવેલ જે અધિકારીઓ, પદાધિકારીઓની મીલી ભગત મળતીયા કોન્ટ્રાક્ટરને કામગીરી કરવા આપવામા આવી હશે તેની જાણકારી કે માહિતી બનાવેલ સભ્યોને પુછવામા આવેતો કોઈપણ પ્રકારની માહિતી આપી શકશે નહિ.

પાંચ વર્ષ નો સમય ગાળો પૂર્ણ થયો ગયો ત્યારે માંદ ફેબુઆરી – માર્ચ ૨૦૨૨ ના વર્ષ નવીવસાહત. ભાટા કંપની વિસ્તાર સહિત કેટલાક વિસ્તારો મા જવાબદાર અધિકારીઓ ની સીધી રહેમનજર હેઠળ પાઓપલાઈન દબાવવાની ઉડાઈ થી લઈ ફિટિંગની કામગીરી તેમજ તકલાદી નળો ફીટ કરી કામગીરી મા નકરી વેઠ ઉતારી છે. જેને લઇ ને નગર ની પ્રજામા રોષ જોવા મળી રહ્યો છે.

તાલુકા મથક ની મુખ્ય ગ્રામપંચાયત મા જ સરકારી કામો ની આ હાલત ને લઈને નગરની પ્રજા વિકાસ કામો મા ચાલતી ગોબાચારી બાબતે વિજીલેનસ તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ સામે કડક કાયઁવાહી કરવામા આવે તેવુ પ્રજા મા ચર્ચાઈ રહ્યુ છે.

નેત્રંગ ગ્રામપંચાયતની દિવાલ પર દર્શાવેલ કામગીરી આજે ૫ વર્ષને ૩ માસ પૂર્ણ થવા છતા કામગીરી પુર્ણ થઈ નથી. ફેબુઆરી- માર્ચ ૨૦૨૨ ના વર્ષ મા જલ સે નલ તક ની કામગીરી મા ઠેરઠેર વેઠ ઉતારી કરેલ કામગીરીને લઈને પાઈપલાઈન તેમજ તકલાદી નળ જોવા મળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.