Western Times News

Gujarati News

કેદારનાથની પગપાળા યાત્રાનું અંતર ૮ કિ.મી. ઘટશે

રૂદ્રપ્રયાગ, આવતા માસથી શરુ થનારી હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓને મહત્વની રાહત મળશે. કેદારનાથના પગપાળા રૂટનું અંતર ૮ કી.મી. ઓછું થઈ ગયું છે. ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કેદારનાથની મુલાકાત લઈને વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન તેઓએ ગૌરીકુંડથી રામબાડા અને ચૌમાસી કાલીમઠ સુધી રોડ બનાવવાની જાહેરાત કરી હતી.

રામબાડા સુધી રોડનું નિર્માણ થવાને પગલે પગપાળા અંતર ૮ કી.મી. ઓછું થઈ જશે અને કેદારનાથ પહોંચવા માત્ર ૮ કી.મી.ની પગપાળા યાત્રા કરવી પડશે.

અત્યારે કેદારનાથની પગપાળા યાત્રા માટે ૧૬ કી.મી. નું અંતર કાપવું પડે છે. હવે નવા માર્ગના નિર્માણ પછી તે માત્ર ૮ કી.મી.નું રહી જશે. આ ઉપરાંત રામબાડાથી કેદારનાથ સુધીના રોપવે નિર્માણની પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ યોજના લાગુ થવાના સંજાેગોમાં કેદારનાથના યાત્રાળુઓને નવી સુવિધા મળી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.