Western Times News

Gujarati News

ચા પીવા માટે ઉભી રાખી હતી ટ્રેનઃ રેલવે ક્રોસિંગની બંને તરફ ટ્રાફિક જામ થયો

પ્રતિકાત્મક

પટના, ગ્વાલિયર-બરૌની એકસપ્રેસના લોકો પાયલોટએ બિહારના સીવાન સ્ટેશન નજીક રેલવે ક્રોસીગ પાસે ચા પીવા માટે ટ્રેન રોકી હોવાના એક દિવસ પછી રેલવેએ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. Drivers stop train midway for tea, Railways orders probe A day after loco pilots of the Gwalior-Barauni Express (11123) stopped the train near a railway crossing close to Siwan station in Bihar to have tea.

નોર્થ ઈસ્ટ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના (North East Railway PRO) જણાવ્યા મુજબ આ બાબતે ગાર્ડ અને લોકો પાયલટને સ્પષ્ટીકરણ આપવા જણાવાયું છે.

તપાસ પુરી થયા પછી રેલવે કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પ્રત્યદક્ષીઓના જણાવ્યા મુજબ ટ્રેન સવારે પ.ર૭ વાગે સીવાન સ્ટેશન પહોચી હતી. આ દરમ્યાન લગભગ સહાયક લોકો પાયલટ લોકોમોટીવથી નીચે ઉતર્યો અને ચા લેવા માટે નજીકના એક ટી-સ્ટોલ પહોચ્યો હતો.

એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ જયારે આ ટ્રેન ચાની દુકાન પાસે પહોચી ત્યારે તેમણે ટ્રેન ઉભી રાખી. જયાં સહાયક પાયલટ હાથમાં ચાનો કપ લઈને ટ્રેન ઉભી રહે તેની રાહ જાેઈ રહયો હતો. અહી નોધનીય છે કે ગ્રીન સિગ્નલ મળતા જ આ ટ્રેન હાજીપુર તરફ આગળની મુસાફરી માટે સવારે પ.૩૦ વાગે સીવાન સ્ટેશનથી રવાના થઈ હતી.

આ ટ્રેનનો લોકો પાયલટ એ વાત યોગ્ય રીતે જાણતો હતો કે તેનો સહાયક લોકોમોટીવ કેબીનની અંદર હાજર નહોતો સીવાનના સ્ટેશન માસ્ટર અનંત કુમારે કહયું કે આ સમગ્ર મામલાની જાણ સ્ટેશન નિર્દેશકને કરવામાં આવી છે. સુત્રોના જણાવ્ય મુજબ ટ્રેન અચાનક આ રીતે ઉભી રહી જતાં રેલવે ક્રોસીગની બંને તરફ વાહનનો ટ્રાફિક જામ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.