Western Times News

Gujarati News

જેનેરિક દવાથી ભારતના નાગરીકોને ૧પ૦૦૦ કરોડની બચત

પ્રતિકાત્મક

વધતા આરોગ્ય ખર્ચ વચ્ચે જનઔષધી કેન્દ્રોમાંથી વેચાતી સસ્તી દવાઓ આશીર્વાદરૂપ બની

(એજન્સી)નવીદિલ્હી, કેન્દ્ર સરકારે લોકોને સસ્તી દવા પુરી પાડવા માટે પ્રધાનમંત્રી ઔષધી કેન્દ્રો મારફતે જેનેરીક દવા આપવાનું શરૂ કર્યાના પગલે તેના મારફત લોકોને ૧પ હજાર કરોડ રૂપિયાની બચત થઈ હોવાનો રીપોર્ટ જાહેર થયો છે.

દેશભરમાં આરોગ્ય ખર્ચમાં તોતીગ વધારો છે અને દવાઓના ભાવ ઘણા ઉંચા છે. તેવા સમયે કેન્દ્ર સમયે કેન્દ્ર સરકાર દ્વારા જેનેરીક દવાના પ્રોજેકટ લાગુ પાડવામાં આવ્યો હતો. ર૦૦૮માં જન ઔષધી યોજના જાહેર થઈ હતી. ર૦૧પમાં તેનું નામ બદલાવીને પ્રધાનમંત્રી જનઔષધી યોજના કરવામાં આવ્યું હતું.

ર૦૧૪ સુધી દેશમાં ૮૦ સ્થળોએ જેનેરીક દવા વેચાતી હતી. ર૦૧૬માં તેની સંખ્યા વધીને ૮૬૧૦ થઈ હતી. ફાર્માસ્યુટીકલ એન્ડ મેડીકલ ડીવાઈઝ બ્યુરો ઓફ ઈનડીયાના રીપોર્ટ પ્રમાણે ૧૦ હજાર જનઔષધી કેન્દ્રો ખોલવાનો ટાર્ગેટ છે.

દેશનાં ૪૦૬ જીલ્લાના ૩પ૭૯ તાલુકાઓમાં ઔષધી યોજના હેઠળ નવા સ્ટોર ખોલવામાં આવશે. દેશમાં દરેક કેન્દ્ર પરથી દર મહીને સરેરાશ દોઢ લાખ રૂપિયાની જેનેરીક દવાઓનું વેચાણ થઈ રહયું છે. કેમીકલ એન્ડ ફર્ટીલાઈઝર મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ભારત સમગ્ર વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું દવા માર્કેટ છે.

ર૦૧૯-ર૦માં ફાર્મા ઉધોગનું ટર્નઓવર ર૮૯૯૯૮ કરોડનું નોધાયું હતું. દેશભરમાં સંચાલીત જનઔષધી કેન્દ્રોમાં ૧૬૧૬ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત રપ૦ સર્જીકલ ઉપકરણો પણ વેચાઈ રહયા છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વધારીને ૯૩૦૦ કરવા તથા ૧૮૦૦ પ્રકારની દવાઓનું વેચાણ કરવાનો ટાર્ગેટ છે. ર૦ર૪-રપના વર્ષમાં આ સંખ્યા વધારીને અનુક્રમે ૧૦પ૦૦ અને ર૦૦૦ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.