Western Times News

Gujarati News

ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના હેતુથી રેલીનું આયોજન

ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ વિક્રેતા જાહેર સાહસો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) , હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP), ભારત પેટ્રોલિયમ, ગેસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા GAIL દ્વારા આયોજિત ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના સુગમ હેતુથી ગ્રીન એન્ડ ક્લીન એનર્જી અપનાવવા માટે ગ્રીન ફ્લેગ આપી હતી.

આ પ્રસંગે ગુજરાત ભાજપના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.  SAKSHAM 2022 Valedictory Function & Electrical Vehicle (EV) Rally in ahmedabad on Friday morning.

આ પ્રસંગે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્યશ્રી રાકેશભાઈ શાહ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પદાધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલી રિવર ફ્રન્ટ હાઉસથી શરૂ થઈ હતી અને વસ્ત્રાપુર તળાવ પાસે પૂરી થઈ હતી.

2, 3 અને 4 વ્હીલર્સની ઈવી રેલીમાં 150થી વધુ ઈલેકટ્રીક વાહનોએ સક્ષમ 2022ની થીમ ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો’ સંદેશો પ્રસરાવ્યો

ભારત સરકારનાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. દ્વારા ઓઈલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન (પીસીઆરએ)નાં સહયોગમાં તા. 11 એપ્રિલ, 2022 થી તા. 30 એપ્રિલ, 2022 સુધી રાષ્ટ્રવ્યાપી સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) 2022ની હાથ ધરવામાં આવેલી ઉજવણી આજે સંપન્ન થઈ હતી.

આજે યોજાયેલા સમાપન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યનાં જંગલ, પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ બાબતોનાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ), એલિસબ્રીજ વિસ્તારનાં ધારાસભ્ય શ્રી રાકેશ શાહ અને ગુજરાત સરકારનાં ક્લાયમેટ ચેન્જ બાબતોનાં પ્રિન્સીપાલ સેક્રેટરી શ્રી એસ જે હૈદર ઉપસ્થિત રહ્યાં હતાં. તેલ ઉદ્યોગનાં રાજ્યકક્ષાનાં સંયોજક તેમજ આઈઓસીએલ, ગુજરાતનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સ્ટેટ હેડ શ્રીએમ અન્ના દુરાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આજે યોજાયેલા સમાપન સમારંભમાં રિવરફ્રન્ટ હાઉસ થી વસ્ત્રાપુર તળાવ સુધી ઈલેકટ્રીક વ્હીકલ (ઈવી) રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેલ અને કુદરતી સ્ત્રોતોનાં સંરક્ષણ અને સંવર્ધનની જરૂરિયાતનાં 2, 3 અને 4 વ્હીલર્સની ઈવી રેલીમાં 150થી વધારે ઈલેકટ્રીક વાહનોએ સક્ષમ 2022ની થીમ ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો’નો સંદેશો પ્રસરાવવામાં આવ્યો હતો.

આ રેલીને ગુજરાત રાજ્યનાં જંગલ, પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ બાબતોનાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે શ્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, આવનારી પેઢી અને આવનારા દિવસો માટે આપણે સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ તે જરૂરીછે. માનનીય વડાપ્રધાનશ્રી એ પણ ક્લાયમેટ ચેન્જ અંગે પોતાના સાત મુદ્દાઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યા છે. સક્ષમ 2022નાં આજના સમાપન સમારંભમાં ઈલેક્ટ્રીક વ્હીકલ (ઈવી) રેલી દ્વારા સ્પષ્ટ સંદેશો પ્રસારિત થશે કે જેમાં કાર્બન ઓમિશનથી દૂર રહીને કેવી રીતે સ્વચ્છ ઉર્જાનાં વપરાશ દ્વારા પૃથ્વીને બચાવીને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય.

આ પ્રસંગે તેલ ઉદ્યોગનાં રાજ્યકક્ષાના સંયોજક તેમજ આઈઓસીએલ, ગુજરાતનાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અને સ્ટેટ હેડ શ્રી એમ અન્ના દુરાઈએ જણાવ્યું હતું કે, સક્ષમ 2022ની થીમ હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો છે.

પૃથ્વીને પ્રદૂષણથી બચાવીને સમૃદ્ધ રાષ્ટ્રનાં નિર્માણ માટે તેલ અને કુદરતી સંશાધનોનું સંવર્ધન અને સંરક્ષણ જરૂરી છે. તેલ કંપનીઓ આ માટે સતત પ્રયત્નશીલ છે. આજનાં સમાપન સમારંભમાં ઈવી રેલી દ્વારા હકારાત્મક સંદેશો પ્રસરશે કે જેમાં પ્રદૂષણ મુક્ત ઉર્જાનો કેવી રીતે વપરાશ કરી શકાય. આવનારા દિવસોમાં ઈલેકટ્રીક વાહનોનું વપરાશ વધશે, જેનાથી હરિત અને સ્વચ્છ ઉર્જાનો વપરાશ શક્ય બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.