Western Times News

Gujarati News

ઈ – કોમના સંચાલકે તેના મળતીયાઓ સાથે મળી કરી 31.54 લાખની ઠગાઈ

૯૬ પાર્સલોમાંથી  કોમ્પ્યુટરના પ્રોસેસર ગાયબ કરી ૩૧.૫૪ લાખની ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના જંબુસરમાં આવેલ ઈ – કોમ એક્સપ્રેસના સંચાલકે તેના ત્રણ મળતીયા સાથે મળી ફ્લિપકાર્ટ પરથી કોમ્પ્યુટરના ૯૬ પ્રોસેસરો મંગાવી પાર્સલોમાંથી કાઢી લઈ કંપની સાથે રૂપિયા ૩૧.૫૫ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધવાઈ છે.

જંબુસરમાં ઈ – કોમ એક્સપ્રેસ લિમિટેડનું ડિલિવરી સેન્ટર આવેલું છે.જેનો હેડ આદિલ મહંમદ શેખ હતો.જે સુરતથી ફ્લિપકાર્ટના વેરહાઉસ માંથી આવતા પાર્સલ સુરત ઈ – કોમ દ્વારા જંબુસર સેન્ટર ઉપર મોકલાતા હતા.

છેલ્લા ૪ થી ૫ મહિનાથી ફ્લિપ કાર્ટના પાર્સલો ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબરના કારણે રિટર્ન થતા હતા.જે રીટેપ કરેલા પાર્સલો ઈ – કોમના સ્ટેટ હેડ એલપ્પા કોકીટકર,રિજનલ મેનેજર સુવિર નયર અને ઓફિસર અંકિત શ્રીવાસ્તવ જંબુસર સેન્ટર પર ગયા હતા.

જેમાં તપાસમાં સેન્ટર હેડ આદિલ શેખ સુરતના તેના બે મિત્ર સુરેશ મારવાડી, કાર્તિક અને ઝાડેશ્વરના જયકુમાર રાણા સાથે મળી રૂપિયા કમાવવા પાર્સલો માંથી પ્રોસેસરો કાઢી લેતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.બે મહિનામાં જ આ ટોળકીએ છસ્ડ્‌ઢ ના ૯૬ રાઈઝેન પ્રોસેસર મંગાવી પાર્સલો માંથી કાઢી લીધા હતા.

જે પાર્સલો રીટેપ કરી ફરી કંપનીમાં ખાલી મોકલી આપ્યા હતા. ઈ – કોમ કંપનીના ઓફિસરે જંબુસર પોલીસ મથકે ૯૬ પ્રોસેસરો કાઢી લેવા અંગે રૂપિયા ૩૧.૫૪ લાખની ઠગાઈની ફરિયાદ સેન્ટર હેડ અને તેના ૩ મળતીયાઓ સામે નોંધાવતા ચકચાર મચી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.