Western Times News

Gujarati News

ત્રણ યુવકોએ મહિલા પર ગેંગરેપ કરી હત્યા કરી દેનાર ત્રણ ને કપડવંજ કોટે ફાંસી ની સજા ફટકારી.

 કપડવંજના એડી સેસન્સ જજ  વી.પી અગ્રવાલ એ સરકારી વકીલ મિનેષ આર પટેલ ની દલીલો માની સજા કરી

નડિયાદ,કપડવંજ તાલુકાના નિરમાલી  ની પરણીત યુવતીનું ત્રણ યુવાનોએ અપહરણ કરી ગયા બાદ તેની ઉપર ગેંગરેપ કરી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં કપડવંજ કોર્ટે આ ત્રણેય યુવાનોને કસૂરવાર ઠેરવી ફાંસીની સજા ફટકારી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના  શીહોરા ઈન્દીરાનગરી મા રહેતા  જયંતીભાઈ બબાભાઈ વાદી, અને લાલાભાઈ ઉર્ફે કંકુડીયો રમેશભાઈ વાદી ગત તારીખ 28/10/18   નારોજ  સાજ ના  પોતાની મોટર સાઇકલ લઇને કપડવંજ તાલુકાના નિરમાલી સીમમાંથી પસાર થતા હતા તે વખતે તેમની નજર રોડની સાઈડ પર ઊભેલી એક ૩૫ વર્ષીય મહિલા પર પડી હતી.

જેથી તેની એકલતાનો લાભ લઇ આ દેવીપૂજક મહિલા ને  મોટર સાયકલ નં.જી.જે.૭.સીજે,૭૯૭ ઉપર માટીઝેર ચોકડીથી બેસાડી અપહરણ કરી નીરમાલી સીમમાં લઈ ગયા હતા તે વખતે  મોટીઝર ચોકડીએ  ગૌપા ઉર્ફે ભલાભાઈ ગીરીશભાઈ દેવીપુજક રહે.જોરામાં, મોટીઝર તા કપડવંજ ની નજર પડી હતી પોતાની કાકી ને આ બે જણા બાઈક બેસાડી જતાં હોય બુમ પાડી બાઈક ઉભી રાખવા જણાવ્યું હતું.

પરંતુ બાઈક ઊભી ન રાખતા તેને આ લોકો નો પીછો કરિયો હતો તે નીરમાલી સીમમાં  જયંતીભાઈ અંબાલાલ પટેલના ખેતર નજીક આવિયો  તે વખતે  રોડની સાઈડમાં  મોટર સાયકલનજરે પડતાં તે બાઈક પાસે ગયો હતો તેનાથી થોડે દૂર જયંતીભાઈ બબાભાઈ વાદી, અને લાલાભાઈ ઊભા હતા આ બંને ને ભલાભાઈ એ પૂછ્યું હતું કે  મારી કાકી કંઈ છે ,?

તેમ  પૂછતા  જયંતીભાઈ અંબાલાલ પટેલના ખેતરમાં લઈ ગયા હતા  તેની કાકી નગ્ન અવસ્થામાં બેહોશ હાલતમાં નજરે પડી હતી  અમે અમારું કામ પતાવી દીધું તુ પણ તારું કામ પતાવી દે, જો અમારા કહેવા મુજબ નહી કરે તો તેને મારી નાખીશ  એવી ધમકી આપતા  ગૌપા ઉર્ફે ભલાભાઈ એ પણ રેપ કરિયુ હતું બીજી વખત પણ આ  ત્રણેય બેહોશ મહિલા પર સામૂહિક રેપ કરી મોત ને ધાટ ઉતારી દીધી હતી

અને પુરાવાનો નાશ કરવા લાશને મોઢાના ભાગે તથા ગળાના માર્ગે સાડીથી બાંધી દઈ જયંતીભાઈ અંબાલાલ પટેલ ના ખેતર નજીક આવેલ  રમેશભાઈ કોદરભાઈ પટેલ ના દીવેલાના પાકવાળા ખેતરમાં પાટલામાં  નગ્ન અવસ્થામાં લાશ નાખી ભાગી ગયા હતા

આ લાશ કપડવંજ રૂલર  પોલીસ ને લાશ મળી હતી તપાસ માં ઓડખ થઈ હતી અને વધુ તપાસ માં આરોપીઓ પકડાયા હતા  પોલીસે તપાસ કરી ચાર્જસિટ   કોટ માં રજુ કરી હતી

આ કેસ  કપડવંજ કોટ માં ચાલતા  ડીસ્ટ્રીકટ જજ  વી.પી.અગ્રવાલ એ   સરકારી વકીલ મિનેષ આર. પટેલ ની દલીલોને તેમજ કુલ ૨૬ સાહેદોની જુબાની લેવામા આવેલ હતી  તેમજ ૪૫ થી વધુ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા આ તમામ બાબતો નજર માં રાખી કોટે ત્રણ આરોપી ઓ ને ફાંસી ની સજા ફટકારી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.