Western Times News

Gujarati News

CG Road પર પાર્કિંગ માટે થોડા-થોડા અંતરે અલગ-અલગ પાવતી ફડાય છે

પ્રતિકાત્મક

એજન્સીના માણસો પાવતી ફાડીને વાહનપાર્ક કરવાનું કહે છે પરંતુ એજન્સીનો કોન્ટ્રાકટ રીન્યુ થયો છે કે નહિં તેની જાણ હોતી નથી. 

(પ્રતિનિધિ) અમદાવાદ, વહીવટીતંત્ર ધ્વારા જે કંઈ વ્યવસ્થાપન ઉભુ કરાય છે તે સામાન્ય જનતાની સુવિધા માટે હોય છે. સ્વાભાવિક છે કે આ સુવિધા પુરી પાડવા માટે વ્યવસાયિક ધોરણે તંત્ર અમુક રકમ કાયદેસર રીતે પ્રજા પાસેથી મેળવતુ હોય છે આ એક સાધારણ પ્રક્રિયા છે.

પરંતુ કેટલીક વખત વ્યવસ્થાપનમાં જાણ્યે-અજાણ્યે ત્રુટિઓ રહી જતી હોય છે તેનો વહીવટીતંત્રના અમલદારોને ખ્યાલ હોતો નથી. સામાન્ય જનતા જે ખૂબ જ જાગૃત- સચેત છે તેના ધ્વારા તમામ બાબતો પર તંત્રનું ધ્યાન દોરાતુ હોય છે.

સી.જી.રોડ પર પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે વ્યવસ્થા ઉભી કરાઈ. ફૂટપાથ પર કામ માટે કે ફરવા માટે આવનાર તેમના દ્વિચક્રી તથા ફોર વ્હીલર્સ વાહન પાર્ક કરે તો તેનો ચાર્જ વસુલવામાં આવે છે આ ચાર્જ માટે રોકવામાં આવેલી સંસ્થા કે એજન્સીના માણસો પાવતી ફાડીને વાહનપાર્ક કરવા દે છે.

આ એક સાીર સગવડ હોવા છતાં તેમાં કેટલાક પ્રશ્નો આમ જનતાના મનમાં ઉદ્‌ભવી રહયા છે તેમાં “પાવતી ને લઈને સમસ્યાઓ સર્જાઈ રહી છે. રૂ.ર૦ લઈને પાવતી આપવામાં આવે છે પરંતુ તે માત્ર એક કલાક પૂરતી હોય છે પછી બીજી જગ્યાએ મતલબ કે થોડે દૂર બીજા કોમ્પલેક્ષમાં જવુ હોય તો ત્યાં પાર્કિંગ માટે રૂ.ર૦ ચૂકવવા પડે છે

જુની પાવતી ચાલતી નથી. તેની જગ્યાએ નવી પાવતી લેવી પડે છે માત્ર એક જ માર્ગ પર થોડા- થોડા અંતરે કામ અર્થે જતા લોકોને જુદા-જુદા ચાર્જ ચૂકવીને અલગ પાવતી લેવી પડે છે ખરેખર તો એક જ પાવતી સમગ્ર સી.જી.રોડ પર પાર્કિંગ માટે ચાલવી જાેઈએ

તેની જગ્યાએ અમુક ચોક્કસ જગ્યા પછી થોડા અંતરે આગળ જાય તો નવી પાવતી લેવી પડે છે વહીવટીતંત્ર તરફથી આ દિશામાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.