Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના ૩૩૨૪ નવા કેસ નોંધાયા

કુલ મૃત્યુઆંક ૫,૨૩,૮૪૩ પર પહોંચ્યો છે_ દેશમાં ૪,૨૫,૩૬,૨૫૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે

(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૩૨૪ નવા કેસ નોંધાયા અને ૪૦ સંક્રમિતોના મોત થયા છે. શનિવારે ૩૬૮૮ નવા કેસ અને ૫૦ સંક્રમિતોના મોત થયા હતા. શુક્રવારે ૩૩૭૭ નવા કોરોના કેસ અને ૬૦ લોકોના મોત થયા હતા.

ગુરુવારે ૩૩૦૩ નવા કેસ અને ૩૯ સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે ૨૯૨૭ નવા કેસ અને ૩૨ સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ૧૩૯૯ સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે ૨૫૪૧ નવા કેસ અને ૩૦ સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે ૨૫૯૩ કેસ નોંધાયા હતા અને ૪૪ સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે ૨૫૨૭ નવા કેસ અને ૩૩ સંક્રમિતોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૯,૦૯૨ પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૩,૮૪૩ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૩૬,૨૫૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૯,૧૭,૬૯,૩૪૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૨૫,૯૫,૨૬૭ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું.

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને મંગળવારે કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.

ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર ૫ લાખ જેટલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.