Western Times News

Gujarati News

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અને અમદાવાદ શહેર પ્રમુખની પદગ્રહણ રેલીનો કાર્યક્રમ યોજાયો

ધર્મ અને જાતિ ભારતીય, જય રાષ્ટ્રવાદ સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જણાવવાનું કે આજે ગુજરાત સ્થાપના દિવસ હોવાના કારણે તેની ઉજવણી કરવામાં આવ્યું અને શ્રી આકાશ સરકારને અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે નિમણૂંક આપવામાં આવી હોવાથી તેમનો પદગ્રહણ રેલી અને કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જયંત પટેલ (બોસ્કી), પ્રદેશ ઇન્ચાર્જ મહામંત્રી અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કોપોર્રેટર શ્રી નિકુલસિંહ તોમર, વિદ્યાર્થી સેલના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી વિજય યાદવ (કુપ્પીભાઈ),  પ્રદેશ મહામંત્રીશ્રી ડોં. જગદીશ દાફડા, પ્રદેશ સેવાદળ ચેરમેન શ્રી રાજેશ ત્રિવેદી, પ્રદેશ યુવા પ્રમુખ શ્રી જીગ્નેશ જોશી અને NCPના હોદ્દેદારો તથા NCPના હજારો કાર્યકરો હાજર રહ્યા હતા.

સમીર પટેલ (ઇન્ચાર્જ મહામંત્રી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, અમદાવાદ શહેર) જણાવ્યું હતું કે, રેલી પુર્ણાહુતિ સભા સ્થળ : NCP શહેર કાર્યાલય, મંગલમુર્તિ કોમ્પ્લેક્ષ, સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ.

રેલીનો રૂટ : મહાકાળી ચોક ખાતે માતાજીના આશીર્વાદથી રેલીની શરૂઆત કરીને શાહ-આલમ સરકારની દરગાહએ આ રેલી ચાદર ચઢાવવા પહોંચશે ત્યાંથી નીકળીને વિજયનગર સોસાયટી કાંકરીયા ખાતે ગૌતમ બુધ્ધ તથા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરી હતી.

મજૂરગામ ત્રણ રસ્તાથી ગીતામંદિર ચાર રસ્તા થઈને જમાલપુર તરફ શ્રી જગન્નાથ ભગવાનના આશીર્વાદ લઈને જમાલપુર પગથિયાંથી ખમાસા થઈને વિકટોરિયા ગાર્ડનથી લાલદરવાજા તરફ ઇન્દુચાચાની પ્રતિમાને ગુજરાત સ્થાપના દિન હોવાથી ફૂલહાર વિધિ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ થઈને મીરજાપુર થઈને દિલ્લી દરવાજાથી ગાંધી બ્રિજ થઈને ઇન્કમટેક્ષ ચાર રસ્તા ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર વિધિ કરીને NCP અમદાવાદ શહેર કાર્યાલય આ રેલી સભામાં ફેરવાઈ હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.