Western Times News

Gujarati News

જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર શહેરમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ તેમજ મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવી શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે સૌ નિરોગી રહે પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી.

મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે.રમજાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે.આખો મહિનો રોજા રાખ્યા બાદ ઈદનો ચાંદ દેખાતા સવારના ઈદ મનાવાતી હોય છે ઈદ એટલે ખુશીનો તહેવાર શાંતિ ભાઈચારાનો સંદેશ લઈને આવતા ઇદના તહેવાર નિમિત્તે એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે.

જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી દરેક મસ્જિદો,ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી.ગામ અને તાલુકામાં અમન શાંતિ ભાઈચારો બની રહે સૌ નીરોગી રહે પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી

અને એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી તથા ધાર્મિક વડાઓ મૌલવીઓ દ્વારા ખાસ તકરીરદ્વારાતમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વીતેલા બે વર્ષોમા કોરોના મહામારીને લઈ તહેવારોની ઉજવણી શક્ય બની નહોતી ત્યારે માહોલ પૂર્વવત બનતા તહેવારોની ઉજવણીનો ઉત્સાહ અનેરો જાેવા મળતો હતો.

આ સહિત જંબુસર મગણાદી ભાગોળ ટોપેક્સ ટેલર્સ પાસે રઝાએ મુસ્તફા યંગ કમિટી દ્વારા ઈદ મિલન સમારંભનું આયોજન પ્રમુખ આરીફ મલેક અગ્રણી સુલેમાન આઈ દોલા સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં બીએપીએસ સંસ્થા જ્ઞાાનવીર સ્વામી યજ્ઞ જીવનદાસ સ્વામી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,

શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ,નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશભાઈ પટેલ,એસએસપી વિશાખા ડબરાલ, મુકેન્દ્રસિંહ યાદવ,નગરપાલિકા સદસ્ય સહિત ઉપસ્થિત રહ્યાં હતા અને કમિટી મેમ્બરો દ્વારા એકબીજાને ગળે મળી મોં મીઠું કરાવી એકબીજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ.

આ પ્રસંગે અનીશભાઈ વકીલ,શાકીરભાઈ મલેક,ઈમ્તિયાઝ હુસેન સૈયદ,અનવર બાપુ સહિત ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા.ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.