Western Times News

Gujarati News

ભાવનગર અને બધી સંપત્તિ ગાંધીજીના ચરણે ધરી દીધી, તેવા કૃષ્ણકુમારસિંહજીને ‘ભારતરત્ન’ આપવા સૂચન

દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો.

ભાવનગર રાજ્યના સ્વ.નેક નામદાર મહારાજો કૃષ્ણકુમારસિંહજીને ‘ભારતરત્ન’થી નવાજવા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપુએ સૂચન કર્યું છે. ભાવનગર શહેરવાસીઓ હાલ ભાવનગરનો ૨૯૯મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. ત્યારે આ ઉજવણીના ભાગીદાર થવા માટે દેશ દુનિયાના અનેક લોકો જોડાઇ રહ્યા છે. ત્યારે ભાવનગરને તેના જન્મદિને મોરારીબાપુએ શુભેચ્છા પાઠવી.

કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.

બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા.

ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં.

ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.

ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.

મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી ભાવેણાના જન્મોત્સવના સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય ટીમ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે તો સાથે મોરારી બાપુએ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી પ્રસંગે એક નમ્ર સુચન પણ કર્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ બંને સાથે ઉજવી રહ્યા છીએ.

ત્યારે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હું કોઈ પણ જોતની અપેક્ષારહિત છું અને રહેવા ઇચ્છું છું. પણ ભાવનગર રાજ્યના એક નાના એવા તલગાજરડા ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના એ મહારાજો સાહેબ કે જેમણે અખંડ ભારતની સ્થાપના માટે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલું. ત્યારે આવા નેક દિલ નામદાર મહારાજો કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ.

કથાકાર મોરારીબાપુએ એમ પણ સૂચન કર્યું હતું કે, ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજો કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ, સાથે ભાવનગરનું એરપોર્ટ એકદમ આધુનિક બને અને તેનું નવું નામાભિધાન પણ કરી શકાય. મોરારીબાપુએ ભાવનગર રાજ્યના મહારાજો કૃષ્ણકુમારસિંહજીનું ગૌરવ વધે તે માટેના કરેલા નમ્ર સુચન માટે સૌ કોઈએ તેને આવકાર આપવો જોઈએ અને આ સૂચનને રાજકીય રીતે બળ મળે તેમ સૌ કોઈ ભાવનગરવાસીઓ ઈચ્છી રહ્યાં છે.”

સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો.

કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી.

ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.