Western Times News

Gujarati News

કંગનાની ફિલ્મ ધાકડનું પહેલા ગીતનું ટીઝર રિલીઝ થયું.

કંગનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો.

ગીતમાં બાદશાહે પોતાનો અવાજ આપ્યો છે, જેમાં કંગનાની સાથે અર્જુન રામપાલ પણ જાેવા મળી રહ્યા છે(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, બોલીવુડની બોલ્ડ બાળા કંગના ફરીવાર ચાહકોને સરપ્રાઈઝ કરવા આવી ગઈ છે. કંગનાએ તેની અપકમિંગ મુવી ધાકડના પહેલા ગીતનું એક ટીઝર રીલિઝ કર્યું છે. જેમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં જાેવા મળી રહી છે.

કંગનાએ ફિલ્મ ધાકડનું પ્રમોશન શરૂ કરી દીધું છે અને સાથે જીરી’જ ર્હ હ્લૈિી ગીતનુ ટીઝર રીલિઝ કર્યું છે. જેમાં તે બેહદ બોલ્ડ અંદાજ જાેવા મળી રહ્યો છે. ગીતનું ટીઝર કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે જે વાયરલ થઈ રહ્યું છે. ગીતમાં કંગનાને જાેઈને ચાહકો ચોંકી ગયા છે. તમે પણ આ ટીઝર જાેઈ લો. આ ગીતમાં બાદશાહે પોતાનો અવાજ આપ્યો છે.

જેમાં કંગનાની સાથે અર્જુન રામપાલ પણ જાેવા મળી રહ્યા છે. ગીતમાં કંગના અનેક અવતારોમાં જાેવા મળી રહી છે. ગીતનું ટીઝર શેર કરીને કંગનાએ લખ્યું છે કે, આગ એટલી ભીષણ છે કે ફાયર બ્રિગેડ તેને બુઝાવી નહીં શકે. ધાકડ એક એક્શન થ્રિલર છે. જેમાં કંગના એક્શન અવતારમાં જાેવા મળશે. કંગના બંદૂક ચલાવતી અને વિલેન સાથે ફાઈટ કરતી જાેવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર રજનીશ ઘાઈ છે. સાથે આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ છે. ૨૪મે એ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.