Western Times News

Gujarati News

વિદેશ યાત્રા કરનારા લોકોને ૯ મહિના પહેલાં બૂસ્ટર ડોઝ આપવામાં આવે: NTAGI

નવી દિલ્હી, દેશમાં કોવિડ-૧૯ વેક્સિનેશન સાથે જાેડાયેલાં જૂથ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનિશેને વિદેશ યાત્રા કરનારા નાગરિકોએ ૯ મહિના પહેલાં બૂસ્ટર ડોઝ આપવાની ટિપ્પણી કરી છે. ગુરુવારે સૂત્રો તરફથી આ વાતની માહિતી આપવામાં આવી. ન્યૂઝ એજન્સી છદ્ગૈં અનુસાર આ વિષય પર બુધવારનાં દ્ગ્‌છય્‌ની બેઠક થઇ જેમાં આ ટિપ્પણી કરવામાં આવી હતી.

આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, જાેકે, દરેક નાગરિક માટે પ્રિસ્ક્રિપ્શન ડોઝ સંબંધિત ગેપની અવધિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાે કે, આ મુદ્દે આરોગ્ય નિષ્ણાતોનો મિશ્ર અભિપ્રાય છે કે બૂસ્ટર ડોઝ સાથે સંકળાયેલ સમય અંતરાલ ઘટાડવો જાેઈએ.

સરકારી ડેટા અનુસાર, દેશમાં બહુ ઓછા લોકોએ કોરોના રસીના ત્રીજા ડોઝની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે સરકારે ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને બૂસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી આપી છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ-૧૯ નેશનલ ટાસ્ક ફોર્સના વાઇસ-ચેરમેન ડૉ. રાજીવ જયદેવનના જણાવ્યા અનુસાર, કોવિડ ચેપ સામે પ્રાથમિક રસીકરણ અને ત્રીજા ડોઝ વચ્ચે બહુ તફાવત હોવો જાેઈએ નહીં. કારણ કે રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચે જેટલો લાંબો અંતરાલ છે, તેટલો ચેપ સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનેટિક્સ એન્ડ સોસાયટી, બેંગ્લોરના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રાએ પણ કહ્યું હતું કે રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર ૯ મહિનાથી ઘટાડીને ૫-૬ મહિના કરવું જાેઈએ. કારણ કે પ્રિસ્ક્રિપ્શન ડોઝ ૯ મહિના પહેલા આપવો જાેઈએ.

જણાવી દઈએ કે દેશમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ૧૦ એપ્રિલથી બૂસ્ટર ડોઝ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે, કોરોના રસીના બીજા ડોઝ અને ત્રીજા ડોઝ વચ્ચે ૯ મહિનાનું અંતર હોવું જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.