Western Times News

Gujarati News

એ.પી.એમ.સી ખાતે ના ખરીદ કેન્દ્ર પર ૧૨૬૩ મેટ્રિક ટન થી વધુ ચણા ની ખરીદી

ધનસુરા માં ટેકા ના ભાવે  ૬૫૩  ખેડૂતો પાસે થી ૨૫,૨૭૬ થી વધુ બોરી ની ખરીદી કરાઇ

રાજ્ય માં ચણા ની ટેકા ના ભાવે ખરીદી કરાઇ રહી છે. ત્યારે  અરવલ્લી જિલ્લા માં પણ ચણા ની ટેકા ના ભાવે ખરીદી શરૂ છે. જિલ્લા માં ધનસુરા, મોડાસા  સહિત છ તાલુકાઓમાં ખરીદ કેન્દ્રો પર ટેકા ના ભાવે ખરીદી કરાઇ રહી છે. જિલ્લા માં એક મણ ના ૧૦૪૬ ના ભાવે ખરીદી કરાઇ રહી છે જેમાં ખેડૂતો ને નંબર પ્રમાણે જાણ કરી ને બોલાવવા માં આવે છે. અને તે મુજબ ખેડૂતો મોટી સંખ્યામાં ટેકા ના ભાવે ચણા વેચવા  માટે આવી રહ્યા છે.

ધનસુરા એ.પી.એમ.સી ખાતે આવેલ ખરીદ કેન્દ્ર પર અત્યાર સુધીમાં ૬૫૩ ખેડૂતો પાસે થી ટેકા ના  ભાવે ચણા ની ખરીદી કરાઇ છે. ધનસુરા કેન્દ્ર પર  અત્યાર સુધી કુલ ૨૫,૨૭૬ બોરી ચણા ની આવક નોંધાઇ છે. ધનસુરા કેન્દ્ર પર  કુલ ૧૨૬૩ થી વધુ મેટ્રિક ટન ચણા ની ખરીદી કરાઇ છે. અરવલ્લી જિલ્લામાં આ વખતે ખેડૂતો એ મોટા પ્રમાણ માં ચણા નું વાવેતર કર્યું હતું.

ત્યારે ટેકા ના ભાવ પ્રતિ મણ ના ૧૦૪૬ મળતાં ખેડૂતો ખુશ છે. ધનસુરા એ.પી.એમ.સી ખાતે આવેલ કેન્દ્ર પર ખેડૂત વિનોદભાઇ પટેલ એ જણાવ્યું હતું કે અહી ખરીદ કેન્દ્ર પર સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નીરલ પટેલ બ્રાન્ચ મેનેજર, બકુલભાઈ, જયેશભાઈ પટેલ ક્લાર્ક, ચિરાગભાઈ પટેલ સેન્ટર ઇન્ચાર્જ, વિજયભાઇ સહિત કર્મચારીઓ અને   સેક્રેટરી રવીન્દ્રભાઇ પટેલ અને માર્કેટ સ્ટાફ સહિત એ ખરીદી માટે સુંદર આયોજન કર્યું છે.

દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.